તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા 4 સહિત 13ને ક્વોરોન્ટાઇન કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવક યુંએઈના પ્રવાસમાં ગયો હતો અને ભારત પરત ફરતા તેનામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણ દેખાતા ટેસ્ટ કરયો હતો યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. અને તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ મેળવી આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જીલ્લામાં પણ યુવકના સંપર્કમાં આવેલા 4 લોકોને તંત્રે કોરોન્ટાઈન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

મોરબીમાં જિલ્લામાં કોરોનાનાં શન્કાસ્પદ દર્દીનો કેસ આવ્યો અને માત્ર ટેસ્ટ કરવી હોસ્પીટલમાંથી ભાગી ગયો હતો જે બાદ તંત્ર સફાળું જાગ્યું અને અડધી રાત્રે તેને ફરી હોસ્પિટલમાં ખસેડાયો હતો બાદમાં આ વ્યકિતનો રીપોર્ટ નોર્મલ આવતા તંત્રએ થોડો હાશકારો અનુભવ્યો હતો જોકે આરોગ્ય તંત્ર રાજી થાય તે પહેલા રાજકોટમાં એક પોઝીટીવ કેસે ફરી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને દોડતા કરી મુક્યા હતા કારણ કે રાજકોટનો આ દર્દી વાંકાનેરના મીલપરામાં રહેતા 4 લોકોના સંપર્કમાં આવ્યો હોવાનું ખુલ્યું હતું જે બાદ આ તમામ લોકોને મોરબી સિવિલમાં દાખલ કરી તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ ઉપરાત માળિયા મિયાણાના પણ 9 લોકો વિદેશ પ્રવાસ કરી આવ્યા હોવાથી તેમને પણ સિવિલમાં ટેસ્ટ માટે લાવ્યા હતા આ તમામ લોકોમાં કોઈ શંકાસ્પદ લક્ષણ સામે ન આવતા તેમના કોરોના અંગે કોઈ રીપોર્ટની કાર્યવાહી કરવામાં આવી ન હતી જોકે સાવચેતીના પગલા રૂપે આ ૧૩ લોકોને ક્વોરોન્ટાઇન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા અગામી સમયમાં વધુ દર્દીઓને ક્વોરોન્તાઈન વોર્ડમાં ખસેડવાની જરૂર પડે તો વહીવટી તંત્ર દ્વારા પોલીટેકનક કોલેજમાં સુવિધાઓ ઉભી કરી ટેમ્પરરી ક્વોરોન્ટાઇન વોર્ડ તરીકે શરુ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા લોકોને પણ ભીડમાં ન જવા અને વારંવાર હાથ ધોવા સલાહ આપવામાં આવી રહી છે.

પબ્લિક વાહનો સેનીટાઈઝ કરવા જરૂરી

મોરબી શહેરમાં પાલિકા દ્વારા ચાલતી સીટીબસમાં દરરોજ હજારોની સંખ્યામાં સીટી બસમાં લોકો મુસાફરી કરે છે આ ઉપરાંત ઓટો રિક્ષા તેમજ અન્ય ખાનગી પેસેન્જર વાહનમાં લોકો મુસાફરી કરી રહ્યા છે. કોરોના વાયરસ આવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા લોકોમાં ફેલાવવાની સંભાવના વધુ રહે છે ત્યારે તંત્ર સીટીબસને યોગ્ય રીતે સફાઈ કરાવે તેમજ ખાનગી પેસેન્જર વાહન ચાલકોમાં પણ વાહનની સફાઈ બાબતે જાગૃતતા લાવવામાં આવે તે જરૂરી બન્યું છે

જસદણમાં 3 ઓબ્ઝર્વેશન હેઠળ

જસદણની શિવશક્તિ સોસાયટીમાં રહેતા ચંદ્રેશભાઈ પાટડીયા, નીરજભાઈ નીતિનભાઈ વઘાસીયા અને નિરાલીબેન નીરજભાઈ વઘાસીયા વિદેશથી પરત આવતા આ ત્રણેયના હેલ્થનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના શંકાસ્પદ જણાતા તેમને ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. શનિવારે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જસદણના લાતીપ્લોટ અને શિવશક્તિ સોસાયટીમાં 15 ટીમો ઉતારવામાં આવશે અને ઘરેઘરે ચેકઅપ કરવામાં આવશે. વિંછીયામાં 26 વ્યક્તિઓ મુંબઈથી આવતા પીપરડી પીએચસીની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરાયું.

ધોરાજીમાં ડે. કલેક્ટરની બેઠક

ધોરાજીમાં નાયબ કલેક્ટર ગૌતમ મિયાણીએ તાકીદની અસરથી બેઠક બોલાવી. આરોગ્ય વિભાગ તેમજ સરકારી તંત્રને કામે લગાડ્યું હતું અને શહેર તેમજ તાલુકાના એકપણ વ્યક્તિ કોરોનાથી સંક્રમીત ન બને તે માટે તકેદારી રાખવા આદેશ કર્યો હતો. ખાસ કરીને વિદેશથી આવતાં લોકોને સામેથી જ સંપર્ક કરી પોતાની તપાસ કરવવા ભાર મુક્યો હતો. બાદમાં મામલતદાર સહિતના અધિકારીઓ સાથે સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ ત્યાંથી સુવિધાઓ અને આઇસોલેશન વોર્ડ અંગેની જાણકારી મેળવી હતી. સાથો-સાથ દવા અને અન્ય સાધનોની ઉપલબ્ધી પણ ચકાસી હતી.

કોરોના કહેર સામે ગોંડલ સજાગ

કોરોના વાયરસનાં ફફડાટ વચ્ચે નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવાયાં છે. પાલીકા કચેરીને ડેટોલ ફિનાઇલથી સાફસુફી કરી તમામ સફાઈ કામદારો ને માસ્ક વિતરણ કરાયાં હતાં. પાલીકા કચેરી માં ઠેરઠેર સેનીટાઇઝર મુકાયાં છે. પ્રમુખ અશોકભાઈ પીપળીયા એ જણાવ્યું કે કોરોનાને લઇને શહેરની લાયબ્રેરી, સ્વિમિંગ પુલ, આશાપુરા કોમ્યુનીટી હોલ, ટાઉનહોલ તાકીદની અસરથી બંધ કરાયાં છે. શહેરમાં રાઉન્ડ ધ કલોક ડીડીટી નો છંટકાવ તથાં ફોગીંગ ચાલું કરાયાં છે. સફાઇ કામદારો ની રજા કેન્સલ કરી એલટઁ રખાયાં છે.શહેરમાં ગંદકી કચરાં અંગે નગરપાલિકા ની ટીમ દ્વારા મોનીટરીંગ કરાઇ રહ્યું છે.

મોરબી જિલ્લામાં કલમ 144 લાગુ

મોરબી જિલ્લા કલેક્ટરે મોડી સાંજે જાહેરનામુ બહાર પાડી કલમ 144 લાગુ પાડી હોવાની જાહેરાત કરી હતી અને એક સાથે 4 લોકો હવેથી એકઠા નહીં થઇ શકે. તેવી તાકીદ કરી હતી. ઉપરાંત કોઇપણ સ્થળે સભા સરઘસ કે મેળાવળા ન કરવા તાકીદ કરી છે. મોલ, સ્વિમિંગપુલ અને શૈક્ષણિક સંસ્થાઓ અને જન સુવિધા કેન્દ્રો બંધ રાખવા આદેશ કર્યો છે. બીજી તરફ રાજકોટના જંગલેશ્વરનો રહીશ કોરોના સંક્રમિત સામે આવતાં તે કોને કોને મળ્યો હતો એ સહિતની ઝીણામાં ઝીણી વિગતો મેળવી ક્વોરોન્ટાઇન કરાયા છે. સભ્યોમાં રોગના કોઇ લક્ષણો દેખાતા ન હોય કોરોના ટેસ્ટ કરવામાં નથી આવ્યા.

કોરોના ઇફેક્ટ

રાજકોટનો કોરોના પોઝિટિવ દર્દી વાંકાનેરના 4 શખ્સને મળ્યો હતો, માળિયાના 9 વ્યક્તિને પણ આઇસોલેટેડ કરાયા

સાવધાની એ જ ઉપાય

_photocaption_ગોંડલ : માસ્કનું માત્ર વિતરણ નહીં અમલ પણ કરાઇ રહ્યો છે.*photocaption*

_photocaption_મોરબી : ભીડમાં પણ મહિલાઓ માસ્ક ભુલતી નથી.*photocaption*

_photocaption_મોરબી : હાથની સફાઇમાં કોઇ બેદરકારી નહીં જ.*photocaption*

_photocaption_મોરબી : મોરબીમાં ધમધમતા સિરામિક કારખાનાઓ અને ઔદ્યોગીક એકમોમાં કર્મચારીઓ સ્વેચ્છએ નિયમ પાલન અપનાવી કોરોનાને હાંકી કાઢવા સજ્જ બન્યા છે. }તસવીર : રોહન રાંકજા, હિમાંશુ પુરોહિત*photocaption*

ડર નહીં, સાવચેતી જરૂરી | લોકો જાતે જ કોરોનાને હંફાવવા માસ્ક, સેનિટાઇઝરને અપનાવી રહ્યા છે

જસદણ : સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર તા. 21 થી 31 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સાથે-સાથે પૂજા, રૂમના ઉતારા અને અન્નક્ષેત્ર પણ બંધ રહેશે.

ગોંડલ : જાણીતા રમાનાથધામ અંબાજી મંદિર ખાતે ભક્તોને કોરોનાના સંકટથી બચાવવા સ્મૃતિ મંદિરની પ્રદશિણા અને આરતી બંધ રખાયા છે. જ્યારે રવિવારે જનતા કર્ફ્યુંના પગલે મંદિર આખો દિવસ બંધ રહેશે.

ધોરાજી : કોરોનાને પગલે ધોરાજી પંથકના તોરણીયા નકલંકધામ અને ફરેણી સ્વામીનારાયણ ધામના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જે થોડા સમય સુધી બંધ રહેશે. હરિભક્તોને તકેદારી રાખવા સુચન કરાયું છે.

ગોંડલ : ગોંડલના દેરડી કુંભાજી ગામે રાજબાઇ માતાજીના મંદિરે આગામી તા. 08 એપ્રિલના રોજ યોજનારો કાર્યક્રમ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને રદ કરવામાં આવ્યો છે. આગામી તારીખ હવે પછી જાહેર કરાશે.

ઉપલેટા : ઉપલેટામાં કોરોનાના ડરથી ગામડાના લોકોએ હટાણું કરવા જવાનું બંધ કરતાં કટલેરી બજાર અને કાપડ બજાર ઉપરાંત શાક-માર્કેટ સહિતના વિસ્તારોમાં કોઇ ખાસ ભીડ કે હલચલ જોવા મળી ન હતી.

ગેંડલ : ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં ડ્રાઇવર તેમજ કંડક્ટરને કોરોનાથી બચવા કઇ તકેદારી રાખવી અને તેના શું લક્ષણો હોય છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મેવાસા : મેવાસામાં ક્ષત્રિય ખાંટ રાજપુત સમજના ઉપક્રમે યોજનારો રામનવમી મહોત્સવ, હોમ હવન, લોકમેળો, કથા સહિતના કાર્યક્રમો લોકોના સ્વાસ્થ્યના હિતાર્થે મોકુફ રાખવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...