તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર એસટી ડેપોની 11 એક્સપ્રેસ બસના રૂટ રદ કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર એસટી ડેપો દ્વારા તા 21ના રોજ જે એક્સપ્રેસ બસો લાંબા રૂટ ઉપર જાય છે. એ બીજા દિવસે પરત આવે છે. એ 11 રૂટની બસો તા 21 સવારથી રદ કરવામાં આવી હતી. આ રૂટો બંધ થતાં રૂા. 4 લાખ જેવી આવક ડેપોમાં ઓછી થશે.

આની સાથે તા.22ના રોજ કોરોના વાઈરસથી પ્રજાનો બચાવ થાય એટલા માટે પ્રજાનો વડાપ્રધાન દ્વારા જનતા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. એને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર એસટી ડેપોના 70 જેટલા રૂટ બંધ રાખવાંમાં આવશે. જેનાથી એસટી ડેપોને રૂા. 6 લાખ જેવી આવક ગુમાવવી પડશે.

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઈરસને લઈને એસટી ડેપો ઉપર મુસાફરોની ભીડ પણ ઓછી વર્તાય છે. આની અસર ખાનગી મુસાફરો વાહતુક વાહનો તથા ટ્રેન મુસાફરોમાં પણ પડી રહી છે.

એસટી ડેપોને રૂા. 6 લાખ જેવી આવક ગુમાવવી પડશે

અન્ય સમાચારો પણ છે...