તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ ટી નિગમ ઓનલાઇન બુકિંગનું 100 ટકા રિફંડ મુસાફરોને પરત અપાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જનતા કરફ્યુને પગલે રવિવારે એસ ટી બસોની ટ્રીપો બંધ રખાઇ છે. ત્યારે ઓનલાઇન બુકિંગ કરનાર મુસાફરોને 100 ટકા રીફન્ડ આપવાનો નિર્ણય નિગમે લીધો છે. ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોમાં થતાં સંચાલનને હંગામી ધોરણે સ્થગિત રાખવાનો એસ ટી નિગમના મુખ્ય પરિવહન અધિકારીએ આદેશ કર્યો છે.

કોરોના મહામારીએ રાજ્યમાં પગપેસારો કરી દીધો છે. ત્યારે તેના સંક્રમણને રોકવા માટે ભારત સરકારે તારીખ 22મીના રવિવારે જનતા કરફ્યુની અપીલ કરી છે. ત્યારે જનતા કરફ્યુના અમલ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પણ તજવીજ કરી છે. જેને પગલે રાજ્યભરની તમામ એસ ટી બસોની ટ્રીપોને તારીખ 22મીના રવિવારે સવારે 5 કલાકથી રાત્રે 9 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત નાઇટ આઉટ સર્વિસોનું સંચાલન ટ્રાફિક પ્રમાણને ધ્યાને લઇને જરૂરીયાત પુરતું જ કરવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યબહારની રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થતાં સંચાલનને હંગામી ધોરણે સ્થગિત કરવાની સુચના આપી છે. જ્યારે લાંબા અંતરની એસ ટી બસો રવિવાર સવારે 5 કલાકે નિયત કરેલા સ્થળે પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવા રાજ્યભરના ડેપો મેનેજરોને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જનતા કરફ્યુને પગલે એસ ટી બસોને દોડાવવામાં આવનાર નહી હોવાથી જે પણ મુસાફરોએ ઓનલાઇન એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે. તેવા મુસાફરોને 100 ટકા રિફન્ડ આપવાનો એસ ટી નિગમે આદેશ કર્યો છે. ઉપરાંત લગ્નપ્રસંગ કે અન્ય પ્રસંગો માટે સીસીના કોન્ટ્રાક્ટ નિયમોનુસાર રદ કરીને તેની જાણ સમયસર પાર્ટીને કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...