તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાયરસ લોકડાઉનમાં વાપીના લવાછામાં મેળાના 100 લોકો ફસાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના લવાછા ગામમાં દર વર્ષે હોળીનો વિશાળ મેળો યોજાઇ છે. જેમા આ વર્ષે પણ લવાછા ગામે હોળીનો મેળો આયોજીત કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસને કારણે આ મેળો સંપૂર્ણ પણે અસફળ રહ્યો હતો. મેળામાં ચકડોળ, મોતનો કૂવો, બ્રેક ડાન્સ, સરઘસ તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવી હતી. આ રાઇડ્સ સાથે સંકળાયેલા તમામ પરિવારોને કઈ આવક થઇ નથી. કોરોના વાઇરસ રોગને રોકવા માટે હાલ દેશભરમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામા આવ્યુ છે. જેના કારણે 100 જેટલા ગોધરા-દાહોદના પરિવાર પણ અહી અટવાયા છે. લવાછામાં આવેલા મેળાનો પરિવાર આજે એક મહિનો પૂરો થવા માટે આવ્યો છે આ પરિવાર પાસે પૈસા પણ નથી અને જમવાના ફાંફા છે. હવે આ પરિવાર તેમના બાળકો અને વૃદ્ધ લોકો સાથે કોઇ જગ્યાએ જઇ શકતા નથી. આ પરિવારમાં આવા ઘણા વડીલો અને બાળકો છે. જે બીમાર છે, તેમના માટે નજીકમાં કોઈ હોસ્પિટલ નથી. બોર્ડર પર લોકડાઉન હોવાને કારણે તે બીજી વિસ્તૃત હોસ્પિટલની સુવિધા લઈ શક્યો નથી. આ સમયે આ પરિવાર ક્યાં જઈ આ પરિવારે મીડિયા માધ્યમથી મોદી સરકાર અને ગુજરાત સરકારને સુધી અપીલ કરી છે. આ ગરીબ પરિવારોને ભોજન અને તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગ કરી છે. સોમવારે લવાછાની બાજુમાં આવેલા દાદરા ગામના જલારામ મંદિરે દ્વારા આ તમામ પરિવારોને અનાજ પુરૂ પાડવામાં આવ્યુ હતું. દાદરના લોકોએ એવી ખાતરી આપી છે કે તે આ તમામ પરિવારોને ભૂખ્યા સુવા દેવામાં આવશે નહીં. અમારો ઉદેશ્ય એ છે કે આ સંદેશ સરકાર સુધી પહોંચે અને આ ગરીબ પરિવાર સુધીં સરકાર દ્વારા બુનિયાદી ચીજવસ્તુઓ અને મેડીકલ સેવા ઉપલબ્ધ કરવામાં આવે અમને આશા છે કે ગુજરાત સરકાર આ ગંભીર મુદ્દા પર નજર રાખશે.

હોળી બાદ વાપી સેલવાસ માર્ગ પર સ્થિત લવાછામાં સાત દિવસનો મેળો ભરાતો હોય છે. જેમાં અન્ય રાજ્યોમાંથી પણ લોકો રોજીરોટી માટે આવતા હોય છે. જોકે, સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસને નાથવા માટે લોકડાઉન જાહેર કરાતા અન્ય રાજ્યમાંથી આવેલા 100 લોકો હાલ લવાછાના મેળામાં ફસાયા છે. હાલ તેમની સ્થિતી ન ઘરના કે ન ઘાટના જેવી થઇ છે. આ સંજોગોમાં તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ તેમની સહાય કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...