તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકાના ચલોડા ગામમાંથી દારૂ સાથે 1 પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકાના ચલોડા ગામમાંથી 40,400ના દારૂ સાથે એક શખ્સની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.

ચલોડા ગામમાં ખાનગી ધોરણે અંગ્રેજી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તેની અંગત બાતમી પોલીસ કર્મી બદ્રીભાઈ, શક્તિભાઈ, કૃષ્ણસિંહ તેમજ દિગ્વિજય સિંહ તેમજ અનિલ ભાઈને મળી હતી. પોલીસની ટીમે મુજબ બાતમી વાળા સ્થળે ચલોડા ગામના વાંટા ફળીમાં રહેતાં બળવંતસિંહ રાહુભા વાઘેલાના મકાનના કમ્પાઉન્ડના વાડામાંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂની 101 બોટલ મળી હતી. પોલીસે એક બોટલ ની કિંમત 400 રૂપિયા ગણી કુલ રૂપિયા 40,400નો દારૂનો મુદ્દામાલ કબજે લઇ બળવંતસિંહની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...