• Gujarati News
  • National
  • Lakhond News The Workshop Holder Immediately Called The Mechanic And Rapped The 108 Off 063702

વર્કશોપ ધારકે તાત્કાલિક મિકેનિકને બોલાવી બંધ 108નું રેપેરીંગ કરાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની મહામારીમાં મેડિકલ સેવાઓ બોર્ડર પર લડતા સૈનિક જેવી ભૂમિકા ભજવી રહી છે,એ વચ્ચે ભુજની બે 108 એમ્બ્યુલસનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.જો કે લોકડાઉનમાં દરેક વર્કશોપ બંધ હતા.આ વચ્ચે માધાપરમાં એક વર્કશોપધારકે તાત્કાલિક ખોલીને ટીમની મદદથી માંદી પડેલી 108ને સાજી
કરી હતી.

સવારે 10 વાગ્યે એક 108 એમ્બ્યુલસનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટ સર્જાયો હતો,જેને તરત શોધીને રૂટિન ચેકઅપ બાદ રવાના કરાઈ હતી.એ વચ્ચે બીજી એક 108માં બ્રેક ફેઈલ થતા બ્રેકપેડ બદલાવીને કાર્ગો મોટરના મિકેનિકોએ રીપેર કર્યું હતું. સામાન્યતઃ પરિસ્થિતિમાં આ બાબત નજીવી લાગે. પણ જયારે આપાતકાલીન સ્થિતિ હોય,દુકાન બંધ હોય,લોકો ઘરે હોય અને ત્યારે 15 મિનિટમાં ગેરેજ પહોંચી કરાયેલું મેકેનીકનું કામ પણ એમ્બ્યુલન્સ માટે ડોક્ટર જેવું જ સાબિત થયું હતું.આ સમારકામમાં જીગ્નેશ ડાભી,રવજી રબારી,પુનિત ઉમરાણીયા,અલ્પેશ લુહાર અને મેનેજર જોહર
જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...