તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Lakhond News The 39go To39 Approach To Electrical Security Creates An Accident In The Home Based Industry 065550

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યુત સુરક્ષામાં‘ચાલી જશે’ અભિગમ જ ઘર-ઉદ્યોગોમાં અકસ્માત સર્જે છે !

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ ખાતે શુક્રવારે વિદ્યુત સુરક્ષા પર રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો હતો,ભારત સરકારના ઊર્જા મંત્રાલય હેઠળના કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ( સી.ઈ.એ)ના અધિકારીઓએ વક્તવ્ય આપ્યું હતું અને મોટા ઉદ્યોગોના અધિકારીઓ ઉપસ્થિત રહી જ્ઞાન ગ્રહણ કર્યું હતું.

ભુજમાં ખાનગી હોટલ ખાતે યોજાયેલા પરિસંવાદ સવારે મહાનુભાવોનાં હસ્તે દીપપ્રાગટ્યથી શરુ કરાયો હતો.જેમાં ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી,સી.ઈ.એના મુખ્ય વિદ્યુત નિરીક્ષક રવીન્દ્ર ગુપ્તા,નિયામક એલ.કે.એસ રાઠોડ, સહાયક નિયામક સંદીપ કુમાર,ગુજરાતના મુખ્ય વિદ્યુત નિરીક્ષક એચ.એચ.ખોજા,નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક આર.બી દેસાઈ અને સરકારી ઇજનેરી કોલેજ આચાર્ય પી.પી રાઠોડ અને અધિક્ષક ઈજનેરા અમૃતભાઈ ગરવાઈ સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સી.ઈ.એના નાયબ નિયામક સચિન.કે ભીંસે વિદ્યુત સુરક્ષાના નિયમ અને કાયદા વિષે જ્ઞાન આપ્યું હતું અને ઉદ્યોગોના ઇજનેરોને આ કાયદાનું પાલન કરી સમયસર તેનું અમલીકરણ કરવા અપીલ કરી હતી,જેથી કરીને અકસ્માતો ટાળી શકાય.ત્યારબાદ સહાયક નિયામક મુકુલ કુમાર દ્વારા વિદ્યુત વાહનોના ચાર્જિંગ સમયે થતા અકસ્માતો પર પોતાની પ્રસ્તુતિ આપી હતી,જેમાં ખાસ કરીને અકસ્માતોના ઉદાહરણો આપીને તેનું નિવારણ સૂચવ્યું હતું અને મુખ્ય મુદ્દાઓ પર સમજ આપી હતી. આ પરિસંવાદનું આયોજન વર્તમાન સમયમાં વધતા જતા વિદ્યુત અકસ્માતો અંગે જાગૃતિ આપવા અને વીજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અંગે વિચાર વિમર્શ કરાયો હતો.પરિસંવાદમાં પીજીવીસીએલ,ગેટકો,ટાટા પાવર,અદાણી પાવર,પાવરગ્રીડ જેવી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.આ ઉપરાંત વીજઉત્પાદન કરતી અદાણી રિન્યુએબલ,સિમેન્સ ગામેસા,કિંટક સિનર્જી,કે પી એનર્જી,રિન્યુએબલ પાવર વેન્ચર્સ અને ઇન્ડિયન વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચર્સ એશોશીયેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.આ સિવાય સુપરવાઈઝરો અને કોન્ટ્રાકટરો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ભુજના સહાયક વિદ્યુત નિરીક્ષક એ.આર.વર્માએ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા વાય.કે કુડારીયા,એમ.આઈ બાયડ,એમ.જે પરમાર અને આર.પી રાજદે સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

સુરક્ષા પહેલા : “તમારા સાહેબ કહે તો પણ કામમાં ઉતાવળ ન કરજો”
પાવરગ્રીડના અધિકારીએ મોટી સંખ્યામાં હાજર વિદ્યુત ઇજનેરોને સમજાવતા બહુજ સુંદર રીતે સચોટ સમજણ આપતા કહ્યું કે,હમેંશા સુરક્ષા પહેલા મગજમાં રાખો.તમારા સાહેબ કહે કે,નાનકડું કામ છે જલ્દી કરી દે તો ન કરશો.કારણ કે તમારી સુરક્ષા જ મહત્વની છે. જરૂરી સુરક્ષા ઉપકરણો પહેરી અને વર્કપરમિટ લીધા બાદ જ કામ શરુ કરવું જોઈએ.કારણ કે,વિદ્યુત અકસ્માત ક્યારે સર્જાય એનું કશુંજ નક્કી નથી હોતું.અર્થિગને ઉદ્યોગ અને ઘરમાં મહત્વનું પાસું તેમણે ગણાવ્યું હતું.

દરેક ઘરમાં આર.સી.સી.બી અકસ્માત નિવારી શકશે : મુખ્ય વિદ્યુત નિરીક્ષક
ગુજરાત રાજ્યના મુખ્ય વિદ્યુત નિરીક્ષક એચ.એચ ખોજાએ જણાવ્યું કે,દરેક ઘરમાં આર.સી.સી.બી લાગેલી હોવી જોઈએ,જેથી ઘરમાં સર્જાતા શોર્ટ-સર્કિટ સહિત ના અકસ્માતો નિવારી શકાય.ગુજરાતના આંકડા પર ચર્ચા કરતા વધુમાં કહ્યું કે,વર્ષ 2011-12 માં દર 8670 ગ્રાહકોએ એક અકસ્માત સર્જાતો હતો જે રેશિયો ઘટીને હવે 2018-19 માં 13058 ગ્રાહકોએ એક અકસ્માત સુધી આવી ગયો છે.

દેશના 82 ટકા અકસ્માતો વીજઉત્પન્ન મથકો અને વીજલાઇનોમાં થાય છે
સી.ઈ.એના અધિકારી કાર્તિકે પોતાની પ્રસ્તુતિમાં જણાવ્યું કે,82% અકસ્માતો વિદ્યુત ઉત્પન્ન થતા સ્થાનોએ અને બાદમાં ટ્રાન્સમિશન લાઈનમાં થાય છે,જેમના 30% અકસ્માતો જીવંત વીજવાયરોના સંપર્કમાં આવવાથી થાય છે.બહુજ સ્પષ્ટ વાત કરતા તેમને ઉમર્યું કે,’ચાલી જશે’ નો અભિગમ જ અકસ્માત સર્જાવવા માટેનું મુખ્ય કારણ છે.

ભાસ્કર ન્યૂઝ,લાખોંદ

ભુજ ખાતે શુક્રવારે વિદ્યુત સુરક્ષા પર રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો હતો,ભારત સરકારના ઊર્જા મંત્રાલય હેઠળના કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ( સી.ઈ.એ)ના અધિકારીઓએ વક્તવ્ય આપ્યું હતું અને મોટા ઉદ્યોગોના અધિકારીઓ ઉપસ્થિત રહી જ્ઞાન ગ્રહણ કર્યું હતું.

ભુજમાં ખાનગી હોટલ ખાતે યોજાયેલા પરિસંવાદ સવારે મહાનુભાવોનાં હસ્તે દીપપ્રાગટ્યથી શરુ કરાયો હતો.જેમાં ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી,સી.ઈ.એના મુખ્ય વિદ્યુત નિરીક્ષક રવીન્દ્ર ગુપ્તા,નિયામક એલ.કે.એસ રાઠોડ, સહાયક નિયામક સંદીપ કુમાર,ગુજરાતના મુખ્ય વિદ્યુત નિરીક્ષક એચ.એચ.ખોજા,નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક આર.બી દેસાઈ અને સરકારી ઇજનેરી કોલેજ આચાર્ય પી.પી રાઠોડ અને અધિક્ષક ઈજનેરા અમૃતભાઈ ગરવાઈ સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સી.ઈ.એના નાયબ નિયામક સચિન.કે ભીંસે વિદ્યુત સુરક્ષાના નિયમ અને કાયદા વિષે જ્ઞાન આપ્યું હતું અને ઉદ્યોગોના ઇજનેરોને આ કાયદાનું પાલન કરી સમયસર તેનું અમલીકરણ કરવા અપીલ કરી હતી,જેથી કરીને અકસ્માતો ટાળી શકાય.ત્યારબાદ સહાયક નિયામક મુકુલ કુમાર દ્વારા વિદ્યુત વાહનોના ચાર્જિંગ સમયે થતા અકસ્માતો પર પોતાની પ્રસ્તુતિ આપી હતી,જેમાં ખાસ કરીને અકસ્માતોના ઉદાહરણો આપીને તેનું નિવારણ સૂચવ્યું હતું અને મુખ્ય મુદ્દાઓ પર સમજ આપી હતી. આ પરિસંવાદનું આયોજન વર્તમાન સમયમાં વધતા જતા વિદ્યુત અકસ્માતો અંગે જાગૃતિ આપવા અને વીજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અંગે વિચાર વિમર્શ કરાયો હતો.પરિસંવાદમાં પીજીવીસીએલ,ગેટકો,ટાટા પાવર,અદાણી પાવર,પાવરગ્રીડ જેવી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.આ ઉપરાંત વીજઉત્પાદન કરતી અદાણી રિન્યુએબલ,સિમેન્સ ગામેસા,કિંટક સિનર્જી,કે પી એનર્જી,રિન્યુએબલ પાવર વેન્ચર્સ અને ઇન્ડિયન વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચર્સ એશોશીયેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.આ સિવાય સુપરવાઈઝરો અને કોન્ટ્રાકટરો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ભુજના સહાયક વિદ્યુત નિરીક્ષક એ.આર.વર્માએ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા વાય.કે કુડારીયા,એમ.આઈ બાયડ,એમ.જે પરમાર અને આર.પી રાજદે સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો