તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિમાચલમાં બરફ, ઠંડી ગુજરાત તરફ રાજ્યમાં ઠંડીથી પહેલું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનાં 6 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું
નલિયામાં 4.2, ડીસામાં 6.1 ડિગ્રી તાપમાન
નવી દિલ્હી/અમદાવાદ| છેલ્લા કેટલાક દિવસથી હિમાચલમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યનાં 6 શહેરોમાં 10 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું હતું. વડોદરાના જંબુઆ બ્રિજ પાસે 1 યુવકનું મોત થતા રાજ્યમાં ઠંડીથી પ્રથમ મોતનો અહેવાલ છે. નલિયામાં સૌથી ઓછું 4.2, ડીસામાં 6.1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદ સહિત શહેરોમાં ઠંડા પવનોની અસર વર્તાતી હતી. ...અનુસંધાન પાના નં. 16જેના પગલે રાજ્યના 6 શહેરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જો કે શનિવારે તાપમાનમાં નજીવો વધારો થવા છતાં 12થી 15 કિલોમીટરની ઝડપે ઉત્તર પૂર્વના ઠંડા પવન ફૂંકાવાના કારણે દિવસભર લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.

વધુમાં હાલ અફઘાનિસ્તાન અને તેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. જે પાકિસ્તાન થઈ ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે શનિવારથી તાપમાનમાં વધારો નોંધાશે અને રવિવારે લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વધુમાં આ સિસ્ટમના પગલે રવિવારથી જ પવનની દિશા બદલાવાની સાથે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાશે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સોમવારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. તેમાં પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને કચ્છ વિસ્તારમાં માવઠું પડે તેવી શક્યતા છે.

શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી 4.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ખાતે નોંધાઈ હતી. આ ઉપરાંત 6.1 ડિગ્રી સાથે ડીસા, 8.3 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ વિસ્તાર, 8.6 ડિગ્રી સાથે ભુજ, 9.4 ડિગ્રી સાથે કેશોદ, 9.9 ડિગ્રી સાથે રાજકોટ, 10.2 ડિગ્રી સાથે વડોદરા તેમજ 10.4 ડિગ્રી સાથે અમરેલી ખાતે પણ વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે અમદાવાદમાં પણ લઘુતમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાવાની સાથે ઝડપી ઠંડા પવનની અસર હેઠળ શહેરીજનો દિવસભર હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા હતા.

કુલ પાનાં 14 + 4 + 8 (બાળ ભાસ્કર) = 26

ભુજ, શનિવાર, 11 જાન્યુઆરી, 2020
કિંમત Rs. 4.00, વર્ષ 13, અંક 160 કચ્છ

પોષ વદ - 1, િવક્રમ સંવત 2076
12 રાજ્ય | 65 સંસ્કરણ
તસવીર શિમલાની છે. જ્યાં હિમવર્ષાને પગલે બરફ સોયની જેમ જામી ગયો છે...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો