તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Lakhond News Poladia Of Mandvi Taluka Which Is The Only Vulture Conservation Center In The District 065552

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી તાલુકાનું પોલાડિયા,જે જિલ્લાનું એકમાત્ર ગીધ સંરક્ષણ કેન્દ્ર છે,

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંડવી તાલુકાનું પોલાડિયા,જે જિલ્લાનું એકમાત્ર ગીધ સંરક્ષણ કેન્દ્ર છે, ત્યાં શુક્રવારે ગીધ મૃત હાલતમાં મળી આવ્યું હતું.

ગીધ સંરક્ષણ કેન્દ્રમાં સ્થાનિક સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર યુરેશિયન ગ્રિફન વલચર એટલે પહાડી ગીધ શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવ્યું હતું. શિયાળો હોતા નિર્જલીકરણની શક્યતાઓ ઓછી છે, પણ પ્રબળ વાત એ પણ છે કે મરેલા પશુનું જે માંસ ગીધે ખાધું હોય અને તે પશુને મરણ પહેલા ડાયક્લોફેનિક રાહતની દવા અપાઈ હોવાનું અનુમાન છે. જેથી આ મારણ ગીધ માટે ઝેરી દવા સમું સાબિત થયું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે.પહાડી ગીધના મોત મુદ્દે માંડવીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કૌશિકભાઈ ખેરનો સંપર્ક સાધતા તેઓએ તપાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.અત્રે નોંધનીય છે કે,હાલ જિલ્લામાં માત્ર 44 જ ગીધ બચ્યા છે.જે વર્ષ ૨૦૦૫માં કચ્છમાં ૯૧૦ ગીધ હતા,જેથી હવે માત્ર 43 બચ્યા છે એમ કહી શકાય !

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો