તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Naliya News Patients Roared Because Of An Uneventful Fortnight39s Celebration In Nalia 071633

નલિયામાં અાયુષ્યમાન પખવાડિયાની ઉજવણીને કારણે દર્દીઅો રઝડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અાયુષ્યમાન ભારત પખવાડિયાની તાજેતરમાં નલિયા પીઅેચસી ખાતે ઉજવણી કરવામાં અાવી હતી. તો અા કાર્યક્રમના કારણે દર્દીઅો રખડી પડ્યા હતા. તેના પગલે ચાલુ કાર્યક્રમમાં તબીબને દર્દીઅોને તપાસવા જવા પડ્યા હતા.

જિલ્લાના મુખ્ય અારોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં નિ:શૂલ્ક રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. સરકારી યોજનાઅો વિશે લોકોને માહિતગાર કરવામાં અાવ્યા હતા. જિલ્લા પંચાયતના સદસ્ય કિશોરસિંહ જાડેજા, પ્રાંતઅધિકારી ડી.અે. ઝાલા, અરજણ ભાનુશાલી, હાજીતકીર બાવા, ટીઅેચઅો ડો.અેમ.કે. સિન્હા, ડો. ડી.ડી. દુલેરા, ટીડીઅો પ્રજાપતિ સહિતના હાજર રહ્યા હતા. મા અન અાયુષ્યમાન કાર્ડના લાભાર્થીને કાર્ડનું વિતરણ કરાયું હતું.

તો બીજીબાજુ અા કાર્યક્રમમાં મોટાભાગનો સ્ફાટ હાજર રહેતા હોસ્પિટલના દર્દીઅો પરેશાન થઇ ગયા હતા. દુરના ગામોમાંથી અાવેલા દર્દીઅોને બપોરે 12 વાગ્યા સુધી રઝડી પડ્યા હતા. તો યોજનાની જાણકારી અાપવા માટે પણ ત્યારબાદ કોઇ હાજર રહ્યું ન હતું.

તબીબોની સંખ્યા વધારવા રજૂઅાત
હાલ નલિયા પીઅેચસી ખાતે અેકમાત્ર તબીબ હાજર છે. તે ખૂદ બિમાર હોવાનું બહાર અાવ્યું છે. તેવામાં અહીં તબીબોની સંખ્યા વધારવા

અન્ય સમાચારો પણ છે...