તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યોતિબા ફૂલે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાનાઅનુસૂચિત જાતિના છાત્ર-છાત્રાઅો કે જેમણે ધો. 10, 12 અને સ્નાતક કક્ષાઅે ઉચ્ચ ગુણાંક મેળવ્યા હોય તેમના માટે જ્યોતિબા ફૂલે વિશિષ્ટ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ અાગામી રવિવાર, 29/9ના રોજ સવારે 10:30 કલાકે નલિયા ખાતે યોજાશે. ડો. બી.અાર. અાંબેડકર શિક્ષણ ભવન, અાદર્શ કુમાર છાત્રાલય, તેમજ ડો. બી.અાર. અાંબેડકર પ્રચાર સમિતિ-અબડાસા અને અબડાસા તાલુકા મહેશ્વરી સમાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા અા સન્માન સમારોહમાં સાંસદ વિનોદ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંત વાઘેલા, જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર સહિતના અગ્રણીઅો ઉપસ્થિત રહેશે અેમ લાલજી કટુઅા અને શિવજી ભરાડીયાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...