તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lakhond News Hotels Lorries And Pan Spice Lanes Abound On The Bhuj Bachau Highway 065204

ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર હોટલ, લારીઓ અને પાન-મસાલાના ગલ્લાઓ ધમધમતા રહ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર કચ્છ જિલ્લા કલેકટરે ધારા 144 હેઠળ લાગુ કરેલ જાહેરનામાનો દુકાનધારકોએ ભંગ કર્યો હતો.

ખાસ કરીને શેખપીર,દુધઈ વિસ્તારમાં નાસ્તાના હાટડાઓ અને પાન-માવાના ગલ્લાઓ શનિવારે રાત્રી સુધી ખુલ્લા જોવા મળ્યા હતા.સ્થાનિક પોઈન્ટથી દોઢ સો મીટર દૂર પોલીસ મુસાફરોની ચકાસણીને લઈને પણ તૈનાત હતી. જો કે આ જાહેરનામાના ભંગ બદલ રવિવારથી કાર્યવાહી થશે તેવી અસર દેખાઈ રહી છે. સ્થાનિક ગ્રામપંચાયતોએ તો રવિવારના દિવસે તમામ દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી.અત્રે નોંધનીય છે કે,સ્થાનિક પોલીસે આ બાબતે મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કારણકે આવી જગ્યાએ ઉદ્યોગોમાંથી પરત ફરનારા મજૂરો અને લોકોના મેળાવડા પણ જોવા મળ્યા હતા.

કલેક્ટરના જાહેરનામાની અમલવારીને બદલે ખુલ્લેઅામ ભંગ

અન્ય સમાચારો પણ છે...