તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lakhond News Acid Attack On Cavity In Madhapur Amidst A Groan Of Corona Lockdown 064149

કોરોના લોકડાઉનના સુનકાર વચ્ચે માધાપરમાં ગૌવંશ પર એસિડ હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન વચ્ચે ભુજ તાલુકાના માધાપરમાં ગૌવંશ પર હુમલો થતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

થોડા સમય પહેલા પણ અહીં ગૌવંશ પર એસિડ છાંટીને ખરાબ રીતે દઝાડી દેવાયા પછી શનિવારે ફરીથી આ નિંદનીય બનાવ બન્યો હતો.સામાન્ય રીતે ચાલુ દિવસોમાં ભીડભાડ હોય છે, ત્યારે રખડતાં પશુ નડતરરૂપ થાય પણ અત્યારે લોકડાઉનના સુનકાર વચ્ચે બજારો ખાલી છે અને લોકો પોતાના ઘરમાં છે. ત્યારે પ્રશ્ન થાય છે કે કોણ નરાધમ હશે ?, જેમને નિર્દોષ પશુને આવી રીતે દુખી કરવાનું કૃત્ય સૂઝતું હશે?.લોકડાઉનને કારણે ગામમાં એકઠા થઇને સારવાર કરવાનું શક્ય ન હોતાં નિલકંઠ યુવક મંડળના યુવાનોએ ઘાયલ ગૌવંશને તાત્કાલિક પોતાની ચપરેડી ખાતેની ગૌશાળામાં લઇ જઇને સારવાર શરૂ કરી દીધી હતી,સાથે માંગ કરી છે કે આવા બનાવો બંધ કરવા તંત્ર દ્વારા ગુનેગારને તાત્કાલિક પકડીને કઠોર કાર્યવાહી થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...