• Gujarati News
  • National
  • Lakhond News 12 Blooms Die From Poisonous Wheat Eating In A Small Vault In Abadasa 064635

અબડાસાના નાની વમોટીમાં 12 મોરના ઝેરી ઘઉં ખાવાથી મૃત્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના નાની વમોટી ગામે ગુરુવારે એકસાથે 12 રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ નિપજ્યા હતા. જો કે વધુ 10 ઘાયલ થયેલા મોર હજુ સારવાર હેઠળ રખાયા છે.

નલિયા ઉત્તર રેન્જ વિસ્તારમાં આવેલ આ ગામમાં મોરની ઘટના મુદ્દે સવારે ચોકીદારે વનવિભાગને જાણ કરી હતી.ત્યારબાદ પશ્ચિમ કચ્છના ડીસીએફ બી.જે અસારીના માર્ગદર્શન હેઠળ ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ગામમાં બસસ્ટેન્ડથી લઈને અલગ અલગ વિસ્તારોમાં મોર મૃત હાલતમાં મળી આવ્યા હતા, અંતે એકઠા કરીને મૃતદેહોને બસસ્ટેન્ડમાં મુકાયા હતા, અને ત્યાં જ પોસ્ટમોર્ટમ પણ કરાયું હતું.

પી.એમ વખતે પશુચિકિત્સકના પ્રાથમિક તારણ મુજબ મૃતક મોરના પેટમાં ઘઉં મળી આવ્યા હોવાનું આર.એફ.ઓ જે.પી ચાવડાએ ભાસ્કરને જણાવ્યું હતું. બાદમાં તુરંત સરકારી કાર્યવાહી સમાપ્ત થતા ગામમાં જ સરપંચ અને આગેવાનોની હાજરીમાં વનવિભાગની ટીમે અગ્નિદાહ આપ્યો હતો. સમગ્ર કામગીરીમાં આર.એફ.ઓ સાથે ફોરેસ્ટર હિતુભા ચુડાસમા, મુકેશ જોશી વનરક્ષક હિરેન સહિત ગામ લોકો જોડાયા હતા. જો કે પી.એમ બાદ સેમ્પલ રાજકોટ લેબમાં મોકલી દેવાયા છે, જે આવ્યા બાદ જ સાચું કારણ બહારે આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સારવાર હેઠળના મોરને પ્રાગપર અહિંસાધામ ખાતે મુકાયા છે.

અબડાસા મોરના કમોતનુ એપીસેન્ટર

આ અગાઉ 22 જાન્યુઆરીના અબડાસા તાલુકાના દબાણ ગામના સીમાડામાં મોડી સાંજે બાવળ નીચે બેઠેલા મોરને ગિલોલથી ઘાયલ કરીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જો કે મિજબાની માણે એ પહેલા ગણતરીના

...અનુસંધાન પાના નં. 2

_photocaption_{માવસમકાછ માવસમકાછ માવસમકાછ માવસમકાછ*photocaption*

દોઢ વર્ષ બાદ ફરી મોરનો મૃત્યુકાંડ : ગાગોદર બાદ બીજો બનાવ

રાપર તાલુકાના ગાગોદર નજીક આવેલા ગોરાસરમાં 26 સપ્ટેમ્બર 2018ના રોજ એકસાથે 25 ઢેલ અને 8 મોરની એમ કુલ 33 પક્ષીઓની ઇરાદાપૂર્વકની હત્યા કરાઈ હતી,જે વખતે મોરના પોસ્ટમોર્ટમ દરમ્યાન ગળા અને હોજરીમાંથી ઝેરી ઘઉંના દાણા સેમ્પલ મળ્યા હતા અને ઘટનાસ્થળ નજીક ઘઉં સાથે ઝેરી સંદિગ્ધ પદાર્થની કોથળી પણ મળી આવી હતી. આ યાદ ફરી નાની વમોટીની ઘટનાથી તાજી થઇ ગઈ હતી.
અન્ય સમાચારો પણ છે...