- Gujarati News
- National
- Dakor News Thakorji Was Specially Worshiped By The Gold Conch At Dakor With A Decorative Ritual 062505
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાકોરમાં સોનાના શંખથી ષોડશોપચાર વિધિથી ઠાકોરજીનું વિશેષ પૂજન કરાયું
ફાગણી પૂનમ બાદ ડાકોરમાં રાજા રણછોડના મંદિરમાં શુક્રવારે ફાગણ વદ પાંચમના રોજ રંગપંચમીના પાવન પર્વ નિમિત્તે સોનાના શંખથી ષોડશોપચાર વિધિથી શ્રીજીનું વિશેષ પૂજન કરવામાં આવ્યુ હતું. આ મહામૂલા અવસરે ઠાકોરજીના દર્શનનો લ્હાવો લેવા માટે મહેરામણ ઉમટ્યો હતો. રંગપંચમીના આ ઉત્સવનું અનેરૂ મહત્વ છે. રંગપંચમીના દિને પરંપરાનુસાર મંદિરને પણ ધોવામાં આવ્યું હતું.
ફાગણ વદ પાંચમના ઉત્સવે ષોડશોપચાર વિધિથી પૂજન કરવાની પરંપરા છે. જે મુજબ શુક્રવારે ઠાકોરજીનું વિશેષ પૂજન કરાયું ત્યારે જય રણછોડના જયનાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. મંદિરનો આખો ઘુમ્મટ દર્શનાર્થીઓથી ભરચક બન્યો હતો. સવારે મંગળા આરતી બાદ શ્રીજીના સોળ અંગોનું પૂજન કરાયું હતું, ત્યારબાદ પંચામૃત સ્નાન કરાવી ષોડશોપચાર વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ડાકોર મંદિરમાં એક વર્ષમાં ફાગણ વદ પાંચમ અને આસો વદ પાંચમ આમ બે વખત ષોડશોપચાર વિધિથી પૂજન કરાય છે. આ અનેરા પ્રસંગે ભાવિકોએ દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત મંદિરને પણ ધોવામાં આવ્યું હતું. દર વર્ષે રંગપંચમીના દિને આ રીતે ઉત્સવની ઉજવણી કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
રંગપંચમીના દિને પરંપરા અનુસાર મંદિરને ધોવામાં આવ્યું : માનવ મહેરામણ ઉમટી પડ્યો