તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાકોર મંદિરમાં દોલોત્સવ ઉજવાયો સુશોભિત હિંડોળે શ્રીજીને ઝૂલાવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ફાગણી પૂનમના બીજા દિવસે ડાકોર રણછોડરાયજીના મંદિરમાં દોલોત્સવ (ધૂળેટી)ના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. સવારે શ્રૃંગાર આરતી બાદ ગોપાલલાલજી મહારાજને આસોપાલવ અને ફૂલહારથી સુશોભિત હિંડોળામાં બિરાજમાન કરી ઝૂલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સોનાની પિચકારીમાંથી કેસૂડાના જળ તથા અબીલ ગુલાલ સહિતના રંગોનો છંટકાવ કરવામાં આવ્યો ત્યારે ભાવિકો શ્રીજીના ભક્તિમાં લીન થયા હતા.

ડાકોર મંદિરમાં દોલોત્સવના પર્વનું ધાર્મિક રીતે અપાર મહિમા છે. મંગળવારે દોલોત્સવ નિમિત્તે રંગોત્સવનું પર્વ ઉજવાયું ત્યારે મંદિર પરિસર જય રણછોડના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી લાલજી મહારાજને હિંડોળે બિરાજમાન કરી કિર્તનની રમઝટ વચ્ચે રંગોત્સવ ઉજવી પાંચ ખેલ કરવામાં આવ્યા હતા.

દરેક ખેલ પૂરો થયા બાદ મોટા ટોપલામાં ધાણી, ચણા અને ખજૂરનો ભોગ ધરાવવામાં આવતો હતો. બપોરે 1 વાગ્યાના સુમારે ફૂલડોળ (હિંડોળે)થી ઉતારવાના સમયે ધંટનાદ સાથે ઇંડીપિંડી એટલે કે નજર ઉતારવાની વિધિ કરવામાં આવી હતી.

બાદમાં ચાદીના ટાટમાં કપૂરની આરતી કરવામાં આવી ત્યારે દોલોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે દર્શનનો લ્હાવો લેવા હકડેઠઠ ભીડ જામી હતી.

દોલોત્સવના આ પાવન અવસરે સંઘમાં આવેલા તથા
અન્ય યાત્રિકોએ અનેરા દર્શનનો લ્હાવો લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

હેંડોળેથી ઉતારવાના સમયે ઘંટનાદ સાથે નજર ઉતારવાની વિધિ કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો