તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Dakor News Romeo Grabs Sagira39s Hand And Pulls It Out At Dakor39s Shakemarket 062107

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાકોરના શાકમાર્કેટમાં રોમિયોઅે સગીરાનો હાથ પકડી ખેંચતાણ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
યાત્રાધામ ડાકોરમાં યુવતીની સરાજાહેર છેડતી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી, તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા લાંબા સમયથી આ શખ્સ યુવતીની કનડગત કરતો હતો.

ડાકોરમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની દીકરી ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી તે સમયથી નગરનો જ એક યુવક જયદીપ ગોપાલભાઇ પરમાર ઉર્ફે ભઇલુ તેના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. તે રોજ શાળાએ આવતી- જતી દીકરીનો પીછો કરીને તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકીને તેને સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જોકે દીકરી તેને મચક આપતી ન હતી. જયદીપની હિંમત એટલી વધી ગઇ હતી કે તેણે તેના મળતીયાઓને પણ દીકરીની વોચમાં ગોઠવી દીધા હતા. દીકરી ક્યા સમયે ક્યાં જાય છે તેની રજેરજની માહિતી તેના મળતીયા જયદીને આપતાં હતા. શનિવારે દીકરી નગરમાં આવેલા શાક માર્કેટમાં ગઇ હતી તે સમયે આ રોમિયો જયદીપ ત્યાં પહોંચ્યો હતો અને દીકરીનો હાથ પકડીને તેને ખેંચી હતી. એકાએક થયેલી આ હરકતથી દીકરી હેબતાઇ ગઇ હતી અને ઘરે પહોંચીને માતા પાસે ચોધાર આંસુએ રડી પડી હતી. જેથી પરિવારે ડાકોર પોલીસ મથકે ગયો હતો અને સઘળી હકીકત જણાવી હતી. બાદમાં ડાકોર પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા રોમિયો જયદીપ ગોપાલભાઇ પરમાર ઉર્ફે ભઇલુને ઝડપી પાડ્યો હતો. હાલમાં આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો