તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Dakor News Ramakatha Teaches Humans To Live While The Bhagavatan Story Makes Death A Blessing 062526

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામકથા મનુષ્યને જીવતા શીખવાડે છે, જ્યારે ભાગવત્ કથા મૃત્યુને મંગલમય બનાવે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દંડીસ્વામી મઠ દ્વારા દર્શનાર્થે આવતા પદયાત્રીઓના કાયમી અન્નક્ષેત્રના લાભાર્થે શ્રીમદ ભાગવત્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસપીઠ પર બેઠેલા ચૈતન્ય શંભુ મહારાજે રામકથા અને ભાગવત કથા વચ્ચેનું મહત્વ જણાવ્યું હતું.

ડાકોરમાં કથાનું આયોજન ગોમતી ઘાટ પર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી. મહંત વિજયદાસજી દંડીસ્વામી આશ્રમના ગાદી પતિના સાનિધ્યમાં વક્તા ચૈતન્ય શંભુ મહારાજના મુખેથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયાં હતાં. ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું કે, શ્રીમદ્ ભાગવતની કથા એક કલ્પવૃક્ષ છે. વ્યક્તિની દરેક મનોકામના શ્રીમદ્ ભાગવતના શ્રવણથી પૂર્ણ થાય છે. સામાજિક, સંસારિક દરેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભાગવત્ કથામાંથી મળે છે. રામકથા મનુષ્યને જીવતા શીખવાડે છે, જ્યારે ભાગવત્ કથાએ મૃત્યુને મંગલમય બનાવે છે.

સમજ વિનાની નિવૃત્તિ કરતા સમજ પૂર્વકની પ્રવૃત્તિ ઘણી ઉમદા છે. ભાગવત્ નો અર્થ: ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, ત્ એટલે તત્વ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું તત્વ એટલે શ્રીમદ્ ભાગવત્. જીવનમાં ત્રણ વસ્તુ દુર્લભ છે .મનુષ્યજન્મ ,સત્સંગ અને સંત દર્શન .આ ત્રણેય આધ્યાત્મિક તત્વ શ્રીમદ ભાગવત્ ની કૃપાથી પ્રાપ્ત થાય છે .અને કથા શ્રવણ દ્વારા મનુષ્યમાં વિવેક અને ભક્તિ પૂર્ણ બને છે. આમ ચૈતન્ય શંભુ મહારાજ દ્વારા પ્રજાને ભક્તિ અને જ્ઞાન રૂપી સમજ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો