તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Dakor News Makar Sankranti Festival Will Be Celebrated On January 15 At The Temple Of Ranchodaraji In Dakor 062548

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનું પર્વ ઉજવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજીના મંદિરમાં તા. 15 જાન્યુઆરીને બુધવારે મકરસંક્રાંતિનું પર્વ ઉજવાશે. કેમકે વિક્રમ સંવત 2076માં ઉતરાયણે શિશિર ઋતુ પોષ માસે કૃષ્ણ પક્ષે પંચમી તિથાને મંગળવાર તા. 15/1/2020ની વહેલીસવારે 2 કલાકને 9 મિનિટે નિશાન મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે. આ સમયે તિથિ પાંચમી (પંચમી)પૂર્વાફાલ્ગુની નક્ષત્ર શોભન યોગ તથા તૈતિલ કરણ ચાલુ છે. તેથી તા. 15 જાન્યુઆરીને બુધવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્યકાલ છે.

ઉતરાયણ એટલે કે મકરસંક્રાંતિનું પર્વ દાન અને પુણ્યનું પર્વ કહેવાય છે. આ દિવસે દાન-પુણ્યનો અનેરો મહિમા છે, અને તેની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તેથી પુણ્યકાળ દરમિયાન બ્રાહ્મણોને નવા વાસણમાં તલ ભરી તથા તલના લાડુ બનાવી દાન કરવું હિતાવહ છે. આ ઉપરાંત વસ્ત્રોનું દાન કરવું, ગાયોને ઘાસ નિરવું, પંખીઓને દાણા નાંખી જમીનનું દાન પણ કરી શકાય છે. તલાના લાડુમાં સોનું, ચાંદી મૂકી ગુપ્તદાન કરી કૂતરાને રોટલા નાંખવા તથા ગરીબોને ગરમ કપડાનું તથા સાધુ સંતોને વસ્ત્ર દાન તથા અન્ન દાન પણ કરી શકાશે. સક્રાંતિ કાળમાં સવારે સ્નાન વખતે તલના તેનથી શરીરનું મર્દન કરવા, ગરમ તથા ઠંડા પાણીમાં તલ નાંખી સ્નાન કરવા તથા તલને ખાવા અને તલની સુખડી બનાવી બ્રાહ્મણોને દાન કરવું પણ ઉત્તમ દાન લેખાય એમ છે. આ ઉપરાંત તલના પાણીથી મહાદેવજીને અભિષેક કરવો, સૂર્યનારાયણને તલના પાણીથી અર્ધ આપવો, ગાયત્રી મંત્રની માળા કરવી, સૂર્ય નારાયણને દૂધના અભિષેક સાથે માળા કરવી, તથા પોતાના પિતૃઓ માટે જપ યજ્ઞ તથા દાન કરવું જોઇએ.

સક્રાંતિનું બાર રાશિઓનું ફળ
મેષ : પોતાના ધંધા માટે તથા નોકરો માટે તાંબાના વાસણમાં તલ તથા દક્ષિણા મૂકી દાન કરવું.

વૃષભ : ગુપ્તદાન કરવું તથા તલના તેલની શરીરે માલિશ કરવી, સ્નાન કરવું ગાયત્રી માતાના મંત્ર કરવા.

મિથુન : આરોગ્ય સારૂ રહે તે માટે તલ ખાવા, તલનું દાન કરવું, સૂર્યની ઉપાસના કરવી.

કર્ક : જેનો વેપાર ભાગીદારીમાં હોય તેઓએ ગરીબને વસ્ત્રાદાન કરવું, સૂર્યની ઉપાસના કરવી.

સિંહ : શત્રુ હેરાન ના કરે તે માટે સૂર્યનારાયણને દૂધનો અભિષેક કરવો, શત્રુથી સંભાળવું.

કન્યા : સંતાન બાબતે કાળજી રાખવી, ગાયત્રી તથા સૂર્યના મંત્રો કરવા, તાંબાનું દાન કરવું

તુલા : વસ્ત્ર તથા વાસણનું દાન ગરીબોને આપવું, સૂર્યને તલના પાણીનો અર્ધ આપવો

વૃશ્ચિક : પોતાનાથી નાના ભાઇ-બહેનને વસ્ત્રદાન કરવું. ભગવાન સૂર્યના નામની માળા કરવી.

ધન : ચાંદીનું તથા તલનું દાન કરવું, ગાયને ઘાસચારો અને પંખીઓને દાણા નાંખવા.

મકર : તાંબાના પાત્રમાં તલ મૂકી બ્રાહ્મણોને દાન કરવું, તલનો ગાયત્રી મંત્રથી હોમ કરવો.

કુંભ : ગુપ્તદાન કરવું, ગાયને ઘાસ, કૂતરાને રોટલા ખવડાવવા તથા પંખીને ચણ નાંખવા.

મીન : ગરીબોને વસ્ત્ર દાન કરવું, સૂ્ર્યનારાયણને તલનો ભોગ ધરાવવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો