તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓટલા પર સૂતેલી 4 વર્ષની દીકરીનું અપહરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર પ્રતિન પોલીસ ચોકડીથી માત્ર 100 મીટરના અંતરે ગુરુવારે વહેલી સવારે ઓટલા પર સૂતેલા ડાકોરના શ્રમિક પરિવારની વચ્ચેથી શખ્સ 4 વર્ષની બાળકીને ઉઠાવીને ભાગી જતાં ખળભળાટ મચી ગયો છે. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ જતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી 10 ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી છે.

મૂળ ડાકોરનો ચિરાગ જોષી અંકલેશ્વરમાં મજૂરી કામ કરે છે. પ્રતિન ચોકડી વિસ્તારમાં દુકાનના ઓટલા પર સૂઇ જઇ ભૂખ્યાને ભોજનમાં જમે છે. બુધવારે રાત્રે ચિરાગ અને પત્ની 4 વર્ષની બાળકીને લઇ કમલ શોપિંગ સેન્ટરની દુકાનના ઓટલે સૂઇ ગયા હતાં. વહેલી સવારે 6 વાગ્યાના સુમારે અજાણ્યો શખ્સ તેમની નજીકમાં આવીને સૂઇ જવાનો ડોળ કર્યો હતો. ત્યારબાદ 1 મિનિટ 15 સેકન્ડમાં જ માતા-પિતાની વચ્ચેથી બાળકીને ઉપાડીને ભાગી ગયો હતો.

બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ કરતાં પીઆઇ ઓમકારસિંહ સીસોદિયા દુકાનના સીસીટીવીની ચકાસણી કરી હતી. તપાસમાં શ્રમિક પરિવારની બાળકીને ઉપાડી જતો શખ્સ દેખાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

અપહરણકારોનું એલ.સી.બી., એસઓજી સહીત 10 ટીમોએ શોધખોળ હાથ ધરતા 4 વર્ષની બાળકી મોડી રાત્રે અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસેથી મળી આવી હતી.

બાળકી મોડી રાત્રે અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસેથી મળી આવી હતી

અંકલેશ્વરની પ્રતિન પોલીસ ચોકીથી 100 મીટરના અંતરે શખ્સનું કારસ્તાન

અન્ય સમાચારો પણ છે...