ખાંભા ગામે યુવકે જાતે માસ્ક બનાવી કર્યું નિ: શુલ્ક વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ સમગ્ર ભારતમાં કાેરાેનાના કહેરને લઈ લોક ડાઉન ચાલુ છે. તમામ રોડ રસ્તા બંધ છે. તેમજ વાહન વ્યવહાર પણ બંધ છે. અને લોકો પોતાની સુરક્ષા માટે માસ્ક પહેરી રાખે છે. ત્યારે ખાંભામાં માસ્કની અછત હોવાથી મોટી માત્રામા લોકોને માસ્ક મળ્યા ન હતા જેથી ખાંભાના એક યુવાન અને દરજી કામ સાથે સંકળાયેલા શાંતિભાઈ વાઘેલા દ્વારા હાલ લોક ડાઉનના પગલે પોતાની દુકાન બંધ રાખેલ હોય ત્યારે ઘરે જ સિલાય મશીન ઉપર બેસી ગયા હતા અને માસ્કની અછત પુરી કરવા માટે જાતે જ માસ્ક બનાવી લોકોને વિનામુલ્યે માસ્કનુ વિતરણ કર્યુ હતુ.

સદ્દઉપયાેગ : દરજીકામ અાવડતંુ હાેઇ જાતે જ બનાવ્યા

_photocaption_વિના મૂલ્યે માસ્ક બનાવી આપ્યાં તસવીર - પૃથ્વી રાઠોડ*photocaption*
અન્ય સમાચારો પણ છે...