તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરાળાની મહિલાઅે ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીના કેરાળા ગામે રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ કેસ થયેલ હોય અને તેના પતિને પોલીસ કોઈ પણ કેસમાં ફીટ કરી દેશે તેવી બીક લાગતાં તેણે ખડમા નાખવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. અહીં રહેતા માહીબેન હરેશભાઈ રાઠોડ નામની મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ કેસ થયેલ હોય અને તેના પતિને પોલીસ ગમે ત્યારે ગમે તે કેસમાં ફીટ કરી દેવાની બીક લાગતા તેણે ખડમા નાખવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પીએસઆઇ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે. અન્ય બનાવમાં રાજુલાના હિંડોરણા ગામે બની હતી. અહીં રહેતા ભરતભાઈ બારીયા નામના યુવકે રાજુલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મજૂરીના પૈસા માંગવા મુદ્દે અહીં જ રહેતા રવજીભાઈ સોમાભાઈ કવાડ નામના શખ્સે તેને મુઢમાર મારી ઇજા પહોંચાડી હતી.

તેના પતિ વિરૂદ્ધ કેસ થયેલ હાેઇ કાેઇપણ કેસમાં ફીટ કરી દેવાની બીક લાગતા ભરેલું પગલું

અન્ય સમાચારો પણ છે...