તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નખ વધે તે માટે શું કરવું?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

⚫ પ્રશ્નઃ મારા હોઠના ઉપરના ભાગ પર ખૂબ જ રુવાંટી છે. તે દૂર કરવા માટે હું થ્રેડિંગ કરાવું છું, પણ બે-ત્રણ દિવસમાં જ તે રુવાંટી ઊગી જાય છે. આના લીધે મારા હોઠ અને ચહેરો ખરાબ લાગે છે. મને કોઇ ઉપાય બતાવશો?

ઉત્તરઃ તમારા હોઠના ઉપરના ભાગ પર જે રુવાંટી છે, તે દૂર કરવા તમે થ્રેડિંગ કરાવો છો અને તે બે-ત્રણ દિવસમાં ઊગી જાય છે, તેનું કારણ એ છે કે થ્રેડિંગ કરતી વખતે રુવાંટી મૂળમાંથી ખેંચાતી નહીં હોય. તમે થ્રેડિંગ કરાવતી વખતે હોઠ પરની ત્વચાને સરખી રીતે ખેંચી રાખો અને થ્રેડિંગ કરનારને પણ કહો કે તે જ્યારે થ્રેડિંગ કરે ત્યારે થોડી વધારે સખતાઇથી થ્રેડ ખેંચે જેથી રુવાંટી મૂળમાંથી ખેંચાઇ જાય. આમ કરવાથી તે ઝડપથી ઊગશે નહીં. જો તમે ઘરગથ્થુ ઉપચાર અજમાવવા ઇચ્છતાં હો તો ચણાના લોટમાં થોડું દૂધ ભેળવી તેનું ઉબટણ જેવું બનાવી હળવા હાથે હોઠના ઉપરના ભાગ પર જ્યાં રુવાંટી છે ત્યાં ઘસો. ધીરે ધીરે તેની સાથે રુવાંટી ખેંચાઇ જશે અને ઝડપથી નહીં ઊગે. આ ઉપાય દર બે-ત્રણ દિવસે કરતાં રહો, જેથી તમારી એટલા હિસ્સાની ત્વચા પણ સારી રહેશે.

⚫ પ્રશ્નઃ મારા હાથ-પગ પર ખૂબ વાળ છે. આના કારણે મારા હાથ-પગ ખરાબ લાગે છે. મને હેર-રીમૂવરનો ઉપયોગ કરવાનું ગમતું નથી અને રેઝરથી ત્વચા શ્યામ થઇ જાય છે. મને અન્ય કોઇ ઉપાય જણાવશો?

ઉત્તરઃ તમારા હાથ-પગ પર જો વધારે પડતી રુવાંટી હોય તો તમે હેર-રીમૂવરનો ઉપયોગ કરી શકો છો અને તમને તે વાપરવાનું પસંદ ન હોય તો રેઝરનો ઉપયોગ કરી શકો છો. રેઝરના ઉપયોગથી ત્વચા શ્યામ થઇ જવાની માન્યતા ખોટી છે કેમ કે જો તમે સ્નાન કરતી વખતે પહેલાં ત્વચા પર સારી રીતે સાબુ લગાવીને પછી રેઝરનો ઉપયોગ કરો તો હાથ-પગ પરની રુવાંટી સહેલાઇથી નીકળી જશે અને ત્વચા ખરાબ એટલે કે શ્યામ પણ નહીં થાય. જો તમારે આ ઉપાય ન અપનાવવા હોય તો ચણાના લોટમાં દૂધ મિક્સ કરી તેનાથી સ્નાન કરો. ચણાના લોટમાં દૂધ ન નાખવું હોય તો તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઉપરાંત, તમે ઇચ્છો તો વેક્સિંગ પણ કરાવી શકો છો.
અન્ય સમાચારો પણ છે...