ખાંભાના પાટીમાં 5 દિવસથી પાણી વિતરણ ઠપ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ખાંભાના પાટી ગામના લાેકાેને હાલ પાણી માટે વાડી વિસ્તારમા ભટકવુ પડી રહ્યું છે. કારણ કે છેલ્લા પાંચ દિવસથી અહી ગ્રામ પંચાયત દ્વારા પાણી વિતરણ કરવામા અાવી રહ્યું નથી. અામ તાે ગામને મહી પાઇપ લાઇન યાેજનાનાે લાભ અપાવવા પાઇપ લાઇન નખાયેલી છે. પરંતુ હાલમા ગામને મહીનુ પાણી મળી રહ્યું નથી. બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા જે અેક માત્ર બાેરમાથી પાણી અાપવામા અાવી રહ્યું હતુ તે બાેરમા પણ પાણી ખુટી ગયુ છે. જેના કારણે અહી પાણી વિતરણ સંપુર્ણ ઠપ્પ થઇ ગયુ છે. ગામ લાેકાે વહેલામા વહેલી તકે પાણી વિતરણની વ્યવસ્થા થાય તેવુ ઇચ્છી રહ્યાં છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કાેઇ અકળ કારણે સબમર્શીબલ પંપ રીપેર કરવામા અાવી રહ્યાે નથી. ગામના કેટલાક લાેકાેઅે અા અંગે ગઇકાલે સરપંચના ઘરે જઇ તકરાર પણ કરી હતી. } પૃથ્વી રાઠોડ*photocaption*
અન્ય સમાચારો પણ છે...