જૂનાગઢનાં દરેક ચોક પર રાત્રીનાં ફરજ નિભાવી રહી છે વિરાંગનાઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરની ટીમે રાત્રિનાં કોરોનાને લઇ કર્યું કવરેજ. જૂનાગઢ. રાત્રિનાં 12:30 વાગ્યાનો સમય. શહેરનાં તમામ માર્ગો પર સન્નાટો છે. શહેરનાં ટ્રાફિકથી ધમધમતા ગાંધી ચોક, કાળવા ચોક, બસ સ્ટેશન, મોતીબાગ તેમજ મુખ્ય માર્ગો પર કોઇજ દેખાતું નથી. હા, અહીં માત્ર જો કોઇ હોય તો એ છે પોલીસ જવાનો. મજેવડી ગેઇટથી લઇ બસ સ્ટેશન અને મોતીબાગ, મધુરમ ચોકડી, ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, દરેક પોઇન્ટ પર પોલીસ ખડેપગે દેખાઇ હતી. રાત્રીના એકલદોકલ લોકો પસાર થઇ રહ્યા હતા. આ લોકો ખાસ કરીને બહારગામથી આવતા હોય એવા હતા. પોલીસ તમામ લોકોને રોકીને તેમની પુછપરછ કરતી હતી. દિવ્ય ભાસ્કરના રાત્રિ રિપોર્ટીંગ દરમ્યાન પુરૂષ પોલીસ કર્મચારીઓ સાથે ખભેખભા મિલાવી મહિલા કર્મચારીઓ પણ પોતાની ફરજ અદા કરી રહી હતી. આવા મહિલા કર્મચારીઓને ખરેખર સેલ્યુટ છે. દેશની આ પરિસ્થિતીમાં લોકોની સલામતી માટે ખડેપગે ઉભી ફરજ બજાવી રહી છે. આપણે એક શિફ્ટમાં થાકી જઇએ. પણ પોલીસની નોકરીમાં ગમે ત્યારે કોલ આવી . આપણે ઘરની બહાર એકાદ સ્થળે ઉભા રહીએ તો થોડીવારમાં મચ્છર કરડવા માંડે. જ્યારે આ વિરાંગનાઓ નિર્ભય અને નિડર બની આપણા માટે તે ઘરની બહાર ફરજનાં સ્થળે આવી મુશ્કેલીઓને પણ ગણકારતી નથી. ત્યારે આપણે પણ ઘરમાં રહી સલામત બનીએ.

અલ્પાબેન લવજીભાઇ રાણપરિયા

લાગે છે કે દેશ માટે અમે પણ કાંઇક કરીએ છીએ
અન્ય સમાચારો પણ છે...