તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાર્ડમાં શાકભાજીની અાવક 532 -થી વધી 1,240 ક્વિન્ટલે પહોંચી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારી સામે લડવા જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્રએ કાબીલેદાદ કામગીરી કરી છે. ખાસ કરીને જીવન જરૂરિયાતની વસ્તુ સાથે અનાજ કરિયાણું, શાકભાજી, બટેટા, ડુંગળી વગેરેની અછત ન સર્જાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી.એસ. ગજેરાના જણાવ્યા મુજબ યાર્ડમાં લીલા શાકભાજીની આવક 532 ક્વિન્ટલ હતી જે 5 દિવસમાં વધીને 1,240 ક્વિન્ટલે પહોંચી છે. દૂઘી, ગુવાર, ભીંડો, કાકડી, ટમેટાં, કોબી, તુરીયા, ગલકા વગેેરે શાકભાજીની કિંમત કિલોના રૂપિયા 30 સુધી રહેવા પામી છે. આમ, ભાવમાં પણ વધારો થયો નથી. આજ, રીતે બટેટા, ડુંગળીની આવકમાં પણ વધારો થયો હોય લોકોને ખોટી રીતે ગભરાઇને સંગ્રહ ન કરવા તંત્રએ અપીલ કરી છે.

બટેટા, ડુંગળી , ટમેટાંની આવક

છેલ્લા 5 દિવસમાં બટેટાની 3,220 ક્વિન્ટલ, ડુંગળીની 1,755 ક્વિન્ટલ અને ટમેટાંની 1,664 ક્વિન્ટલ આવક થઇ છે. યાર્ડમાં શાકભાજીનો ભાવ કિલો દિઠ સરેરાશ 30 રૂપિયા રહ્યો હતો. ડુંગળીનો ભાવ 9 રૂપિયા, બટેટાનો ભાવ રૂા. 15 પ્રતિ કિલોનો રહ્યો હતો.

☺9 હજાર હેકટરમાં શાકભાજીનું વાવેતર

> અરૂણભાઇ કરમુર, મદદનીશ બાગાયત નિયામક.
અન્ય સમાચારો પણ છે...