વાવેરા પાસે કાર ઝાડ સાથે અથડાતા 4ના માેત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલાના વાવેરા નજીક ચાંદલીયા ડુંગર અાશ્રમના મહંત અને ત્રણ સેવકાે વહેલી સવારે હરિદ્વારથી કાર લઇને અાવી રહ્યાં હતા ત્યારે અાશ્રમથી અડધાે કિમી દુર જ તેમની કાર ઝાડ સાથે અથડાઇ જતા મહંત સહિત ચારેયનુ માેત થયુ હતુ. કરૂણાની વાત અે છે કે 1403 કિમીનુ અંતર કાપીને તેઅાે અાશ્રમથી માત્ર અડધાે કિમી દુર હતા ત્યારે અા અકસ્માત સર્જાયાે હતાે.

મહંત સહિત ચાર ચાર વ્યકિતનાે ભાેગ લેનારી અકસ્માતની અા કરૂણ દુર્ઘટના રાજુલા વાવેરા રાેડ પર વાવેરા નજીક બની હતી. ગામ નજીક અાવેલા ચાંદલીયા ડુંગર અાશ્રમના મહંત લવકુશમુની બાપુ અને પીપાવાવના રૂડાભાઇ વીરાભાઇ બાંભણીયા, બાલાપરના ઉનડભાઇ દેવાયતભાઇ (ઉ.વ.60) તથા પીપાવાવના પુંજાભાઇ રામભાઇ સાેલંકી (ઉ.વ.70) નામના વૃધ્ધ અા અકસ્માતનાે ભાેગ બન્યા હતા. જાણવા મળતી વિગત અનુસાર લવકુશમુની બાપુ અા સેવકાેને લઇ હરિદ્વારની યાત્રાઅે ગયા હતા. અને યાત્રા પુર્ણ કરી અાજે વહેલી સવારે પરત અાવી રહ્યાં હતા.

તેમની કાર ચાંદલીયા ડુંગર નજીક પહાેંચી તે સમયે કાર ચલાવી રહેલા મહંતે તેના પરનાે કાબુ ગુમાવ્યાે હતાે. અને ધડાકાભેર કાર ઝાડ સાથે અથડાઇ હતી. અા અકસ્માતમા મહંત સહિત ત્રણ વ્યકિતનુ ઘટના સ્થળે જ માેત થયુ હતુ. જયારે રૂડાભાઇ વીરાભાઇ બાંભણીયાને ગંભીર ઇજા પહાેંચી હાેય 108 અેમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે રાજુલા દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત થયુ હતુ. બનાવની જાણ થતા રાજુલાના પીઅાઇ અાર.અેમ.ઝાલા સ્ટાફ સાથે અહી દાેડી ગયા હતા. વહેલી સવારે ચાર વાગ્યે 108ના ઇઅેમટી અજયભાઇ અાેરીયા, પાઇલાેટ કિશનભાઇ રાદડીયા દાેડી ગયા હતા. કાર મહંત ચલાવી રહ્યાં હાેય રાજુલા પાેલીસે તેમની સામે ગુનાે નાેંધ્યાે હતાે.

રાજુલાના વાવેરા નજીક છે અાશ્રમ

રાજુલા વાવેરા ગામ નજીક ચાંદલીયા ડુંગર અાશ્રમ અાવેલાે છે. બનાવની જાણ થતા અહી અાશ્રમના સેવકાે ચાંદલીયા ડુંગર પર દાેડી અાવ્યા હતા. થાેડા સમય અગાઉ લવકુશમુની બાપુઅે બનાસકાંઠાના તબીબ સામે ગંભીર અાક્ષેપ લગાવ્યા હતા.

મહંત અને અન્ય ત્રણ સેવકો અમદાવાદથી કારમાં અાવવા નિકળ્યા હતા

મહંત અને અન્ય ત્રણ સેવકાે હરિદ્વારથી અમદાવાદ સુધી બસમા આવ્યા હતા. અને અમદાવાદથી પાેતાની કાર લઇ અાશ્રમે પરત જવા નીકળ્યા હતા. પણ અાશ્રમથી થાેડુ છેટુ રહી ગયુ હતુ.

ચાંદલિયા ડુંગરના મહંત અને ત્રણ ભકતાેની કારને વહેલી સવારે અકસ્માત : હરિદ્વારથી પરત અાવતા હતા


1403 કિમીનંુ અંતર કાપ્યું પણ અડધાે કિમી દુર હતા ત્યારે માેત અાંબી ગયું: મહંત સામે રાજુલા પોલીસમાં ફરિયાદ


અન્ય સમાચારો પણ છે...