તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય મહિલાઓ ‘રસોડાની રાણી’ જ હતી ત્યારે એક સાહસિક યુવતીએ તદ્દન નવતર ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ક્ષેત્ર હતું. ફિલ્મોમાં અભિનય અને પ્રયોજક મહિલા નામે દેવિકા રાની. આજે તેમનો જન્મદિવસ છે. જૂના મદ્રાસ પ્રાંતના વિશાખાપટ્ટનમમાં વોલ્તેરમાં અત્યંત ધનિક પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પિતા પ્રાંતના પહેલા સર્જન અને કાકા કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હતા. પ્રારંભિક શિક્ષણ મેળવી દેવિકા ઇંગ્લેન્ડ ગયાં. ત્યાં નાટ્ય શિક્ષણ લીધું અને ફિલ્મોમાં અભિનય કરવાના નિર્ધાર સાથે ભારત આવ્યાં પણ પરિવારને તે સહેજે મંજૂર ન હતું. 1928માં દેવિકા રાનીનો પરિચય નિર્માતા હિમાંશુ રોય સાથે થયો અને તેમણે દેવિકાને ફિલ્મી પડદે પ્રસ્તુત કર્યાં. બંનેની પહેલી ફિલ્મ ‘કર્મા’ હતી તે પછી તો તેમણે સાવિત્રી, ઈજ્જત, અછૂત કન્યા, જન્મભૂમિ, જીવન નૈયા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. પદ્મશ્રી, સોવિયત લેન્ડ નેહરુ પુરસ્કાર અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી તેમનું સન્માન થયું હતું. 8 માર્ચ 1994ના રોજ તેમનું અવસાન થયું.

દેવિકા રાની
અન્ય સમાચારો પણ છે...