આજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે રેને દેકાર્ટે અને ભારતમાં મેડિકલની પહેલી પદવી પ્રાપ્ત કરનાર આનંદીબાઈ જોશીનો જન્મદિવસ છે. પૂણેમાં જન્મેલાં આનંદીબાઈનું બાળપણનુું નામ યમુના હતું. 9 વર્ષની બાળવયે તોફાની, પહેરવા-ઓઢવાના શોખીન યમુનાના લગ્ન 20 વર્ષ મોટા વિધુર ગોપાળરાવ સાથે થયાં. પતિએ આનંદીબાઈ નામ આપ્યું. આમ કજોડું કહેવાય પણ આ દંપતીએ ઐતિહાસિક ભૂમિકા અદા કરી. 14મા વર્ષે માતા બનેલાં આનંદીબાઈનો પુત્ર જન્મના 10માં દિવસે મૃત્યુ પામ્યો અને તેમણે કસમયે થતાં મોતને નિવારવા ડોક્ટર થવાનું નક્કી કર્યું. તેમાં એકેશ્વરવાદી પતિ ગોપાળરાવે રૂઢિચુસ્ત જમાનાની લેશમાત્ર ચિંતા કર્યા વગર આનંદીબાઈને પૂરી મોકળાશ આપી દામ્પત્ય ધર્મ નિભાવ્યો. પત્નીને મરાઠી, સંસ્કૃત અને અંગ્રેજી શીખવ્યું. આનંદીબાઈએ 1883માં અમેરિકાની પેનસિલવેનિયાની વુમન મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો અનેકવાર લિંગ અને જાતિ ભેદો સહન કર્યા. અમેરિકાના ઠંડુ વાતાવરણના કારણે તબિયલ બગડી. 12 માર્ચ 1887એ 22 વર્ષે તેમનું અવસાન થયું.

આનંદીબાઈ જોષી
અન્ય સમાચારો પણ છે...