નિર્ભય બનીને પ્રસન્ન રહેવું સાચી સાધના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જી

વનમાં કેટલીક સ્થિતિ એવી બની જાય છે કે, આપણો હુનર આપણી કુટેવ બની જાય છે. મેલ-મિલાપ, મિલનસારિતા, બીજા સાથે ઊઠવું-બેસવું, બીજાના સુખ-દુઃખમાં દોડી-દોડીને કામમાં આવવું, આ બધું એક સમય હુનર કહેવાતું હતું, પરંતુ આજની સ્થિતિમાં મોટી કુટેવ કહેવાઈ રહ્યું છે. તેનાથી સાવધાન બની જાઓ. આજે નવરાત્રિનો ચોથો દિવસ છે. આ દિવસે તમારા અનાહત ચક્ર કે જે હૃદય પર હોય છે, તેના પર કામ કરો. આ ચક્રનો સ્વભાવ છે નિર્ભયતા. હવે, જ્યારે ભય ધીમે-ધીમે આપણાં જીવનમાં પ્રવેશી રહ્યો છે, આ ચક્ર પર કામ કરીને આપણે નિર્ભય બની શકીએ છીએ. આપણે બીમારીથી તો કોઈ પણ રીતે દૂર થઈ જઈશું, પરંતુ અનેક પ્રકારની નવી મુશ્કેલીઓ સામે આવીને ઊભી થઈ જશે. એક આર્થિક દબાણ સૌના જીવનમાં આવશે. જે લોકો રોજે-રોજ કમાઈને ખાઈ રહ્યા છે, તેમની તો કલ્પના પણ કરી શકાય એમ નથી.પછી સરકારો શું-શું કરી લેશે? તેમની મોટાભાગની ઊર્જા તો ખુદને બચાવવામાં અને બીજાને પાડી દેવામાં લાગી જાય છે. તેમ છતાં વર્તમાન સંકટના સમયે તેઓ જે કરી રહી છે તેને સમજો, તેમાં સહયોગ આપો. એક કામ અવશ્ય કરો, નિર્ભય બની જાઓ. આર્થિક દબાણ વધુ લાગે તો આ નવરાત્રિમાં મહાલક્ષ્મીને યાદ કરો.

જીવન-પથ

પં. વિજયશંકર મહેતા
અન્ય સમાચારો પણ છે...