તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

108ની ટીમે દેવગઢ ગામે સીમમાં પહોંચી મહિલાને પ્રસુતિ કરાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેંદરડાની 108ની ટીમે દેવગઢ ગામે પહોંચી વાડીમાં મજૂરી કરતી મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી હતી. અેમપીના મજૂરી કરતા મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હોવાની જાણ થતા 108 ની ટીમે દોડી જઇ સમયસર સેવાથી પ્રસુતિ કરાવતા મહિલાએ તંદુરસ્ત દિકરીને જન્મ અાપ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ મેંદરડા તાલુકાના દેવગઢ ગામે આવેલ સરપંચની વાડીમાં મજૂરી કરવા અર્થે એમપીનું દંપત્તિ આવ્યું છે. દરમિયાન કેશમાબેન નામની 26 વર્ષિય મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા મેંદરડાની 108 ની ટીમના ઇએમટી ડો. હર્ષાબેન વાજા અને પાઇલોટ જયેન્દ્રભાઇ દાસે તુરત વાડી વિસ્તારમાં પહોંચી 108ની એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસુતિ કરાવી હતી. દરમિયાન મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો.

સમયસરની સેવાથી મહિલાએ તંદુરસ્ત બાળકીને આપ્યો જન્મ

એમપીના મજૂરી કરનાર મહિલાને પીડા ઉપડતા ટીમ દોડી

અન્ય સમાચારો પણ છે...