તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૈયદ રાજપરાના દરિયામાં ખલાસી ડૂબ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૈયદ રાજપરા ગામે રહેતા સોમુભાઇ ભાણાભાઇ ચુડાસમા માછીમારી કરી ધરનું ગુજરાન ચલાવતા હોય માછીમારી કરવા માટે ખલાસી તરીકે ખુશાલભાઇ ભગવાનભાઇ ચુડાસમાની બોટમાં બંધાયેલ અને આ બોટમાં આઠ ખલાસીઓ મધદરીયે ફીસીંગ કરવા માટે સાત દિવસ પહેલા નિકળ્યા હતા. અને માછીમારી કરી પરત આવતા હતા. ત્યારે દશ નોટીકલ માઇલ દૂર મધદરીયામાં શુક્રવારે રાત્રીના સમયે સોમુભાઇ કુદરતી હાજતે ગયા હતાં. ત્યારે અચાનક કોઇ કારણોસર અકસ્માતે દરીયાના ઉંડા પાણીમાં ડુબી જતાં તેની જાણ બોટના તમામ ખલાસીઓને થતાં તેની શોધખોળ શરૂ કરી હતી. સૈયદ રાજપરા બંદરથી પંદર જેટલી બોટો દ્વારા ડુબી ગયેલ ખલાસીની શોધખોળ કરી રહ્યા છે. આ ધટનાની જાણ માછીમારોમાં થતા અરેરાટી ફેલાય હતી. જોકે અગાઉ દરીયામાં ફીસીંગ કરવા ગયેલી બોટો દરીયામાં ગરકાવ થયેલ હતી. તેમાં આજ સુધી સાત જેટલા માછીમાર ખલાસીઓ ડુબી જવાથી મોત નિપજ્યા છે. તેમ છતાં ફીસીરીઝના અધિકારીઓ દ્વારા આજ સુધી કોઇ સહાય આપવામાં આવી નથી. જેથી આ વિસ્તારના માછીમારોએ ફીસરીઝના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. અને સહાય આપે તેવી માછીમારોની માંગ ઉઠવા
પામી છે.

ફિશીંગ કરી બોટ પરત આવતી હતી, ત્યારે બન્યો બનાવ

અન્ય સમાચારો પણ છે...