તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક સીગ્નલ તોડી ભાગવા જતાં રીક્ષા પલ્ટી ખાઇ ગઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના વૈભવ ચોક ટ્રાફિક પોઇન્ટ પર સીગ્નલ તોડીને ચાલકે રીક્ષા ભગાવતાં રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. બાદમાં ચાલક નાસી છૂટ્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના વૈભવ ચોકમાં ગઇકાલ તા. 20 મીએ સાંજે 5:45 વાગ્યે એક જીજે 3 એયુ 4542 નંબરની રીક્ષા નિકળી હતી. જેમાં ડ્રાઇવરની સીટ પર 2 લોકો બેઠા હતા. ચાલક ફૂલ સ્પીડમાં આવતો હતો. એ વખતે જયશ્રી રોડ તરફ જવાની સાઇડ બંધ હતી. તો પણ ચાલકે સીગ્નલ તોડ્યું હતું. અને ભાગવાની કોશીષ કરી હતી. ફરજ પરના ટ્રાફિક પોલીસે તેને રોકવા પ્રયાસ કરતાં તે ભાગ્યો હતો. પણ થોડે આગળ જતાંજ રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે, તે રીક્ષામાંથી સહીસલામત બહાર નિકળી ત્યાંથી નાસી ગયો હતો. બનાવ અંગે ટ્રાફિક પોલીસના હમીદખાં કાસમખાં બેલીમે ચાલક સામે બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...