દરેડના લોકોએ 80 હજાર રોકડ, 100 મણ ઘઉં અને તેલના ડબા એકત્રીત કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાના દરેડ ગામના લોકોએ લોકડાઉન દરમીયાન ગરીબ લોકોને બે ટાઈમ જમવાનું મળી રહે તેવા હેતુ થી 80 હજાર રૂપિયા , 100 મણ ઘઉં અને તેલના ડબ્બાનો ફાળો એકત્રીત કરી અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. તેમજ પોલીસ પણ અનેક ગરીબ લોકોની સેવા કરી શકે તે માટે જિલ્લા પોલીસ કચેરીને પણ રોકડ, ઘઉં અને તેલના ડબ્બા અર્પણ કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાયરસની દહેશતના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન તક તકનું કમાતા લોકોને જમવાનું સમય સર મળી રહે તેવા હેતુ થી ગ્રામ્ય વિસ્તારોએ પણ સેવામાં જંપલાવ્યું છે.

અહીં બાબરા તાલુકાના દરેડ ગામની વસ્તી માત્ર 3500 છે. પણ લોકડાઉન દરમિયાન ગરીબ પરિવારને ભોજન મળી રહે તે માટે ગામના સરપંચ વનરાજભાઈ વાળાએ ગામજનોને દાન માટે હુકાર કરી અને જોત જોતા માતો ગામમાં થી 80 હજારની રોકડ, 100 મણ ઘઉં અને તેલના ડબ્બાના દાનનો ધોધ વહ્યો હતો.

ગામજનો દ્વારા એકત્રીત થયેલા દાનમાંથી યુવાનોએ અહીંના લોહાણા વાડી ખાતે અન્નક્ષેત્ર શરૂ કરી જરૂરતમંદો અને ગરીબ પરિવારને જમવાનું પહોંચાડવાનું શરૂ કર્યું છે. તેમજ જિલ્લા પોલીસ દ્વારા અનાજનું દાન કરવાની અપીલ કરવામાં આવી હતી. જેના પગલે દરેડ ગામના લોકોએ પોલીસ કચેરી ખાતે પણ દાનની રોકડ, ઘઉં અને તેલના ડબ્બાનું દાન અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...