તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરથી ખાનગી એમ્બ્યુલન્સમાં દદ્દીને બદલે પેસેન્જર આવ્યા, 4 ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢની સાબલપુર ચોકડી પાસેથી એક ખાનગી એમ્બ્યુલન્સ શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસે રોકીને પુછપરછ કરી હતી. જેમાં આ એમ્બ્યુલન્સમાં દર્દીને બદલે છેક અંકલેશ્વરથી 4 પેસેન્જરો આવ્યાનું ખુલતાં પોલીસે ચાર શખ્સોને ઝડપી લઇ તમામ સામે ગુનો નોંધ્યો છે.

આ અંગેની વિગતો આપતાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સાબલપુર પાસે આજે રાત્રે નવેક વાગ્યાના અરસામાં અંકલેશ્વરની જીજે 20 એક્સ 1079 નંબરની ખાનગી એમ્બ્યુલન્સને અટકાવી હતી. પોલીસે જોતાં તેમાં પેશન્ટને બદલે 4 વ્યક્તિ મુસાફરી કરી રહે તેમાંથી 4 શખ્સો મળી આવી હતી. ડ્રાઇવરે તેઓને પૈસા લઇને બેસાડ્યા હતા. આથી પોલીસે થોડી કડકાઇ દાખવતાંજ ડ્રાઇવર પોપટ બની ગયો હતો. પોલીસે ચારેય શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા પોલીસે એમ્બ્યુલન્સને પણ કબ્જે કરી

સાબલપુર ચોકડી પાસે પોલીસ પેટ્રોલીંગમાં ભેદ ખુલ્યો

અન્ય સમાચારો પણ છે...