વડાલમાં પરિવારે અંતિમ યાત્રા, બેસણું ઘરમેળે કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને લઇ વડાલમાં બે પરિવારોઅે મૃતકની અંતિમક્રિયા તેમજ બેસણું ઘરમેળે કર્યુ હતું.

વડાલ ગામે પ્રભાતભાઇ બારોટનું હાર્ટએટેકથી નિધન થયું હોય ત્યારે પરિવારનાં માત્ર 7 સભ્યોએ જ અંતિમક્રિયા કરી હતી. જયારે વેલજીભાઇ રૂડાભાઇ દોમડીયાનું પણ અવસાન થતાં પરિવારના 10 જેટલા સભ્યોએ અંતિમયાત્રા કાઢી અિગ્ન સંસ્કાર કર્યા હતાં. અને બેસણું બંધ રાખ્યું હતું અને સગા-સંબંધીઓ ટેલીફોનનાં માધ્યમથી આ પરિવારનાં દુ:ખમાં સહભાગી થયાં હતાં.

વિઠ્ઠલપુર ગામમાં દવાનો છંટકાવ કરાયો

કોડીનાર | કોરોનાને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને લોકો પણ સહકાર આપી રહયાં છે. ત્યારે જ વાત કરીએ કોડીનારનાં પંથકનાં વિઠ્ઠલપુર ગામે જયાં ગ્રામ પંચાયત દ્વારા ટ્રેકટર મારફત વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...