પુર્વ મંત્રીએ 2,11,000નું ફંડ આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમોદ્રા ગામે ચૈત્રી મેળાઓ કરાયા રદ

ઊના | આમોદ્રા ગામે વર્ષોની પરંપરા અનુસાર ચૈત્ર માસ દરમિયાન ગામમાં આવેલ પ્રસિધ્ધ રાંદલ ભવાનીમાં મંદિર, ખોડીયારમાં, અને દડવા રાંદલ મંદિરે હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. અને ભાવિકોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. પરંતુ હાલમાં કોરોનાં વાઇરસની દહેશતને લઇ આ મેળા રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બહારથી આવતાં લોકોનાં આરોગ્યની તપાસ બાદ જ ગામમાં પ્રવેશ અપાઇ છે.

ઊના પોલીસે આઠ બાઇક ડીટેઇન કરી

ઊના | ઊનામાં લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને બિનજરૂરી રીતે બાઇક લઇને બહાર નિકળતાં આઠ લોકોની બાઇક ડિટેઇન કરી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ડ્રોનની મદદથી પણ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તેમજ ત્રિકોણ બાગ, ટાવર ચોક, વડલા ચોકમાં નાકાબંધી કરવામાં આવી છે.

ગીર સોમનાથમાં લોકડાઉન મુક્તિ માટેના 1894 પાસ ઈસ્યુ

વેરાવળ | કોરોનાને લઇ દેશમાં 21 દિવસ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જોકે આવશ્યક ચીજ વસ્તુ પુરૂ પાડતાં ધંધાર્થીઓને લોકડાઉનમાંથી મુકિત અપાઇ છે. અને ગીર-સોમનાથ જિલ્લામાં 1894 પાસ ઇસ્યુ કરવામાં આવ્યાં છે.

તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગામનાં તબીબે રૂપિયા 1 લાખનું ફંડ આપ્યું

તાલાલા | કોરોનાં વાઇરસને લઇ સેવાભાવી સંસ્થાઓ અને લોકો સરકારમાં ફંડ જમા કરાવી રહયાં છે. ત્યારે જ તાલાલાનાં ઉમરેઠીનાં તબીબ નરેન્દ્રભાઇ બારડે પીએમ નિધી એકત્રીકરણમાં રૂ.1 લાખનું ફંડ આપ્યું હતું.

સુત્રાપાડા | કોરોનાને લઇ લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં રકમ જમા કરાવી રહ્યાં છે. ત્યારે જ પુર્વમંત્રી જશાભાઇ બારડે પણ રૂ.2,11,000ની રકમ જમા કરાવી હતી. તેમજ સુત્રાપાડા, વેરાવળ પંથકમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...