ન્યૂયોર્કમાં વર્તમાન ગતિએ કેસ વધશે તો વુહાન અને લોમ્બાર્ડીથી પણ ખરાબ સ્થિતિની આશંકા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

{ ન્યૂયોર્કમાં કેસ વધવાનો દર ચીન, ઈટાલીના શહેરોથી વધુ

ન્યૂયોર્ક શહેરમાં જો કોરોનાવાઈરસના ફેલાવાનો વર્તમાન દર જોઈએ તો ત્યાં ચીનના વુહાન અને ઈટાલીના લોમ્બાર્ડી કરતાં પણ વધુ ભયાવહ સ્થિતિ પેદા થઈ શકે છે. કેટલાક અન્ય અમેરિકન શહેર પણ આ જ માર્ગે આગળ વધી રહ્યા છે. જોકે, કોરોના પ્રભાવિત લોકોની સંખ્યામાં વધારો આ જ ગતિએ રહેશે તેની કોઈ ગેરન્ટી નથી. સોશિયલ ડિસ્ટન્સિંગથી આ ગતિમાં ઘટાડો થઈ શકે છે.

ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોનાને ફેલાતો રોકવામાં ઓછી સફળતા મળી છે. આરોગ્ય અધિકારીઓ વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગને ચેપનો ફેલાવો અટકાવવાનો ઉપાય જણાવી રહ્યા છે. ન્યૂયોર્કનો વર્તમાન દર 30%થી વધુ છે. એક સમયે તે 60%થી વધુ થઈ ગયો હતો. વુહાનમાં ફેલાવાનો દર જાહેર થયો નથી, પરંતુ 1 માર્ચ પછી ત્યાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

26 માર્ચ પછી એક પણ નવો કેસ ન નોંધાયાનો દાવો કરાયો છે. લોમ્બાર્ડીમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં ફેલાવાનો દર 30%, 15 માર્ચના રોજ 18 % અને 22 માર્ચના રોજ 15% રહ્યો છે. 26 માર્ચ સુધી વુહાન, લોમ્બાર્ડીમાં ક્રમશઃ 2535 અને 4861 મોત થયા છે. બીજી તરફ ન્યૂયોર્કમાં આ દિવસ સુધી મૃતકોની સંખ્યા 450 હતો. અમેરિકામાં બાટન રૂજ, લુસિયાના જેવા કેટલાક શહેરોમાં વૃદ્ધિ દર ઘણો ઊંચો છે, પરંતુ કુલ કેસની સંખ્યા ઓછી છે. સ્પષ્ટ છે, ત્યાંના લોકો પાસે ચેપનો ફલાવો રોકવા માટે હજુ પણ સમય છે.

ચેપના ફેલાવાના ઊંચા દર અને પ્રભાવિત લોકોની વધુ સંખ્યાથી સ્પષ્ટ છે કે, લોકો બીમાર થવા અને મૃત્યુ થવાના માર્ગે છે. આ ગણિતના હિસાબે જોઈએ તો ન્યૂયોર્કની સ્થિતિ સારી નથી. ડેટ્રોઈટ અને ન્યુ ઓર્લિયન્સ જેવા બીજા મોટા શહેરોમાં રોકથામના ઉપાય નહીં કરાયા તો ચેપ ઝડપથી ફેલાઈ શકે છે. સિએટલ અને સેન ફ્રાન્સિસ્કોમાં ફેલાવાને રોકવામાં સફળતા મળી છે. અમેરિકાના મોટાભાગના શહેરોમાં વાઈરસના ફેલાવાનો પ્રકોપ ગયા મહિને શરૂ થયો છે, જ્યારે વુહાનમાં ડિસેમ્બર અને લોમ્બાર્ડીમાં ફેબ્રુઆરી મહિનામાં શરૂ
થયો હતો. © The New York Times

સોશિયલ ડિસ્ટન્સિંગ વહેલું લાગુ થશે તો જ સ્થિતિ સુધરી શકશે

ભાસ્કર જૂથ સાથેના વિશેષ કરાર હેઠળ

મેટ્રો ક્ષેત્ર પોઝિટિવ મૃત્યુ

વુહાન 50,821 2535

લોમ્બાર્ડી 34,889 4861

ન્યૂયોર્ક 43,016 450

(આંકડા 26 માર્ચ સુધીના છે)
અન્ય સમાચારો પણ છે...