દિયોદરના શખ્સે કોરોના પોઝિટિવ હોવાનો વીડિયો ફરતો કરતા ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિયોદરના કુવાતા ગામનો શખ્સ મોરબીથી ઘરે આવતાં તેને 14 દિવસના હોમ ક્વોરટાઈનમાં રખાયો હતો તે દરમિયાન શખ્સે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેસ પેપર પર પોતાને કોરોના પોઝિટિવ હોવાનું કહી લોકોમાં ભય ઉભો થાય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરતાં મેડિકલ ઓફિસરે શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો.

દિયોદરના કુવાતા ગામના વતની વિષ્ણુભાઇ વાલાભાઇ પ્રજાપતિ 24 માર્ચે મોરબીથી તેના ઘરે આવ્યો હતો. મીઠીપાલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેની પ્રાથમિક તપાસ હાથ ધરાઇ હતી. જે બાદ તેને 14 દિવસ હોમ ક્વોરટાઈન રહેવા આરોગ્ય વિભાગએ સૂચના આપી હતી પરંતુ શખ્સે હોમ ક્વોરટાઈન દરમિયાન 25 માર્ચે પીએચસીના કેસ પેપર પર મારો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તમારું ધ્યાન રાખજો નું લખાણ લખી ટીકટોકમાં વીડિયો વાયરલ કરી લોકોમાં ભય ઉભો કર્યો હતો. જેને પગલે રિપોર્ટ કરાવ્યો ન હોવા છતાં શખ્સે અફવા ફેલાવવાનું કૃત્ય આચરી લોકોમાં ભય ઉભો કરવાનો પ્રયાસ કરતાં મેડિકલ ઓફિસર મૃગેશકુમાર પ્રભુદાસ પરમારે વિષ્ણુભાઇ વાલાભાઇ પ્રજાપતિ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તમારું ધ્યાન રાખજોની અફવા ફેલાવી

શખ્સ મોરબીથી આવેલો હોવાથી 14 દિવસના હોમ ક્વોરન્ટાઇન હતો

અન્ય સમાચારો પણ છે...