જરૂરી વસ્તુની હાેમ ડિલેવરી માટેના ટેલીફાેન નંબરાે જાહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાેકડાઉનને પગલે જીવન જરૂરી ચીજવસ્તુઅાે ખરીદવા માટે લાેકાેની પડાપડી રહી છે. અને ખાસ કરીને શાકમાર્કેટ જેવા વિસ્તારમા ગીચ જગ્યામા લાેકાે ખરીદી માટે અેકઠા થતા હાેય અાવા લાેકાે વચ્ચે અંતર જળવાઇ રહે તે માટે અમરેલીની શાકમાર્કેટ ફાેરવર્ડ હાઇસ્કુલના મેદાનમા ખસેડાયા બાદ અાજે જાફરાબાદની શાકમાર્કેટ પણ અહીના બસ સ્ટેન્ડમા ફેરવી નાખવામા અાવી હતી.અેસટી વ્યવહાર સંપુર્ણપણે બંધ હાેવાથી જાફરાબાદ બસ સ્ટેન્ડનુ મેદાન ખાલી પડયુ છે. અા વિશાળ મેદાનમા સ્વચ્છતા પણ હાેય અાજે સતાધીશાેઅે અહીની શાકમાર્કેટ બસ સ્ટેન્ડના મેદાનમા ફેરવી દીધી હતી. જયાં શાકમાર્કેટ વિક્રેતાઅાેને જુદાજુદા નિશ્ચિત અંતરે બેસાડવામા અાવ્યા હતા. જેથી લાેકાેના ટાેળા અેકઠા ન થાય.

બીજી તરફ અાજે અમરેલી જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાયે બિનજરૂરી ઘર બહાર નીકળતા લાેકાે સામે વધુ અેક સીકંજાે કસ્યાે હતાે. તેમણે વાેટસઅેપ નંબર 96875-66565 જાહેર કર્યાે હતાે. અને જાે કાેઇપણ જગ્યાઅે પાંચ કે વધુ લાેકાેના ટાેળા ભેગા થાય કે હાેમ કાેરેન્ટાઇન કરાયેલી વ્યકિત ઘર બહાર નીકળે અથવા અાવશ્યક વસ્તુ સિવાયની કાેઇ દુકાન ખુલ્લી જાેવા મળે તાે તેના ફાેટાેગ્રાફસ માેકલવા અપીલ કરી હતી. જાણ કરનારનુ નામ ગુપ્ત રાખી અાવા લાેકાે સામે પગલા લેવાશે તેમ તેમણે જણાવ્યું હતુ. બીજી તરફ અમરેલી અને સાવરકુંડલાના લાેકાે પાેતાના ઘરે બેઠા શાકભાજી, કરીયાણુ અને દુધ જેવી વસ્તુ મેળવી શકે તે માટે હાેમ ડિલેવરી કરતા વિક્રેતાઅાેના નંબર જાહેર કર્યા હતા. મુખ્ય વિસ્તાર અને વાેર્ડ વાઇઝ અાવા વિક્રેતાઅાેના નંબર અાપી ઘરે બેઠા વસ્તુઅાે મંગાવી શકાશે. અેક હજારની ખરીદી પર ફ્રી હાેમ ડિલેવરી અને તેનાથી અાેછી ખરીદી માટે 25 રૂપીયાનાે ચાર્જ નક્કી કરાયાનુ જિલ્લા પુરવઠા અધિકારીઅે જણાવ્યું હતુ.

ખાંભામાં 100 કીટનંુ વિતરણ

ખાંભામા તાલુકા કાેંગ્રેસ પ્રમુખ રસીકભાઇ ભંડેરીની અાગેવાનીમા ભાડ વાંકીયા ગામના 100 જેટલા પરીવારાેને જીવન જરૂરી ચિજની કીટનુ વિતરણ કરાયુ હતુ. અને સેનેટાઇઝર પણ અપાયા હતા. રાણીંગભાઇ માેભ, પીઅેસઅાઇ તુવર, દિલાભાઇ લાખાણી, માજી ધારાસભ્ય જે.વી.કાકડીયા વિગેરે જાેડાયા હતા.

લાેકાે ટાેળે વળ્યા હાેય કે બિનજરૂરી દુકાનાે ખુલી હાેય તાે પાેલીસવડાને વાેટસઅેપ કરો

જાફરાબાદની શાકમાર્કેટ બસ સ્ટેન્ડમાં ખસેડાઇ

_photocaption_હાલ કોરોનાને લઇ રખાતી કાળજી. તસવીર - પૃથ્વી રાઠોડ*photocaption*
અન્ય સમાચારો પણ છે...