તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળિયા હાટીનામાં ડોક્યુમેન્ટ મુદ્દે તલાટી પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળીયા તાલુકા પંચાયતમાં ડોક્યુમેન્ટને લઈ તલાટી પર હુમલો થતા 6 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ,કેશોદમાં રહેતા રામભાઈ કાંધાભાઈ કડછા જુથળ તેમજ નવા જુના ગળોદર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હોય અને બે દિવસ પહેલા માળીયા તાલુકા પંચાયત ખાતે મીટીંગમાં આવ્યા હતા.એ સમયે તા.પ પ્રમુખના પતિ દિલીપભાઈ એ કહ્યું હતું કે ગ્રામસભાના ડોક્યુમેન્ટ અત્યારે જ લઈ આવો જેથી રામભાઈ એ કહ્યું હતું કે મીટીંગ પૂર્ણ થયા બાદ લઈ આવીશ તેમ કહેતા દિલીપભાઈ ઉશ્કેરાય ગયો હતો અને અન્ય શખ્સોને બોલાવી આ તલાટી મંત્રીને ઢીકાપાટુ તેમજ લાકડા વડે માર માર્યો હતો તેમજ ભુપતભાઈએ અંગુઠામાં બચકુ ભરી ઇજા
પહોંચાડી હતી. આ બનાવમાં દિલીપ સીસોદીયા,ભુપત સીસોદીયા,પથુ બાલુભાઈ,રાડીયા સીસોદીયા,બચુ રાજશીભાઈ સીસોદીયા તેમજ ચાર થી પાંચ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પોલીસે ફરજ રૂકાવટની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.વધુ તપાસ પી.એસ.આઈ એન.કે વિઝુડા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...