સ્વામિનારાયણના સંતોએ 11 લાખનો ચેક આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી સામે લડવા માટે સીએમ રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું જેમાં સહાયનો ધોધ શરૂ થયો છે. દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષીણ વિભાગ વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજ તેમજ લાલજી મહારાજ નૃગેન્દ્રપ્રસાદની સૂચનાથી જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિર રાધારમણ દેવ વહિવટી સમિતી તરફથી મુખ્યમંત્રી રાહતફંડમાં 11,00,000નો ચેક અર્પણ કરવામાં અાવ્યો છે. આ તકે મુખ્ય કોઠારી શાસ્ત્રી વેદાંતાચાર્ય પ્રેમસ્વરૂપદાસજી લાડવી વાળાના હસ્તે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીને ચેક અપાયો હતો. જ્યારે ભાજપના 54 કોર્પોરેટરોએ પણ પોતાનો 1 - 1 માસનો પગાર કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવા જણાવ્યું છે.

ભાજપના કોર્પોરેટર 1 - 1માસનો પગાર આપશે
અન્ય સમાચારો પણ છે...