તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોલનાકા મુદે રજૂઆતો ન ફળી, 2 એપ્રિલે ઉપલેટા બંધનું એલાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉપલેટા પાસે ડુમીયાણી ગામે આવેલા નેશનલ હાઈવે સંચાલિત ટોલનાકા ઉપર અસહ્ય ભાવવધારો લેવામાં આવતા છેલ્લા બે માસ થયા ટોલનાકા લડત સમિતી દ્વારા વિવિધ અધિકારીઓ અને પદ અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પરિણામ નહીં આવતા બીજી એપ્રિલે ઉપલેટા બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

ડુમીયાણી ગામ પાસે આવેલા ટોલનાકા પર ઉપલેટાના વાહનચાલકો પાસેથી સૌરાષ્ટ્રમાં ક્યાંય ટોલનાકા ઉપર ન હોય તેઓ ભારે ટોલ ટેક્સ વસૂલાતો હોવાથી શહેરમાં ટોલટેક્સ મુક્તિ સમિતિ દ્વારા છેલ્લા બે માસથી રજૂઆતો કરેલી પણ છેલ્લે કલેક્ટરની સાથે ટોલટેક્સ મુક્તિ સમિતિ અને નેશનલ હાઇવે ઓથોરિટી વચ્ચે મિટિંગમાં જે લોકલ વાહનચાલકો પાસેથી રૂપિયા લેવામાં આવે છે. તેમાં ઘટાડો કરવા વાટાઘાટો તેમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ સાત દિવસની મુદત માગતા આ સાત દિવસ જતા રહેવા છતા કોઇ ઉકેલ નહી આવતા ઉપલેટા ટોલ ટેક્સ મુક્તિ સમિતિ દ્વારા આગામી તા 2 એપ્રિલે શહેર બંધનું એલાન આપવાનું નક્કી કર્યું છે. સવારે આઠ વાગ્યે મુછાળા ચોકમાં તમામ વાહન ધારકોને એકત્ર થઈ ત્યાંથી ટોલનાકા પાસે ચક્કાજામ કરી લડતના મંડાણ કરવામાં આવશે.

તસવીર : રોનક ચોટાઇ
અન્ય સમાચારો પણ છે...