સ્ટેશન માસ્ટર એસો. ત્રણ દિવસનો પગાર આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવેમાં સ્ટેશન માસ્ટર એસોસિએશન દ્વારા કોરોના વાયરસ સામે ભારત સરકારને લડવા માટે ત્રણ દિવસનો પગાર પી.એમ.નેશનલ રીલીફ ફંડને અર્પણ કરશે. અહીં 39000 સ્ટેશનના સ્ટેશન માસ્ટર દ્વારા 21 કરોડનું સહાય અર્પણ કરાશે. અમરેલી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર અપૂર્વ જાનીએ જણાવ્યું હતું કે, વિશ્વ અને ભારતભરમાં કોરોના વાયરસની મહામારી છે. જેના કારણે રેલવેમાં તમામ પેસેન્જર ટ્રેન રદ કરી દેવામાં આવી છે. માત્ર માલગાડી જ શરૂ રાખવામાં આવી છે. દેશમાં અનેક લોકો કોરોના વાયરસ સામે લડવા દાન અર્પણ કરી રહ્યા છે. ત્યારે રેલવેના ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્ટર એસોસિએશન દ્વારા કોરોના વાયરસ સામે માત આપવા માટે ભારત સરકારના પી.એમ. નેશનલ રીલીફફંડ માટે ત્રણ દિવસનો પગાર અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. દેશના 39000 સ્ટેશનના સ્ટેશન માસ્ટરે 21 કરોડ રૂપિયા કોરોના વાયરસ જેવી મહામારી સામે લડવા કેન્દ્ર સરકારને આગામી સમયમાં આપશે.

કોરોના સામે લડવા સરકારને 21 કરોડ આપશે
અન્ય સમાચારો પણ છે...