સોમનાથ-અંબાજી ટ્રસ્ટે 1-1 કરોડ, 3500થી વધારે લોકોએ દાન આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની સારવારમાં સંસાધનો અને વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં દાન આપવાની અપીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. આ દાન કરમુક્ત છે. રૂપાણીની અપીલના પગલે અત્યાર સુધીમાં 3500 વ્યક્તિ, સંસ્થાએ દાન આપ્યું છે. જેમાં સોમનાથ ટ્રસ્ટમાંથી રૂ. એક કરોડનું દાન મળ્યું છે. જ્યારે અંબાજી ટ્રસ્ટ તરફથી પણ રૂ. એક કરોડનું દાન મળ્યું છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારએ આ અંગેની વિગત આપતાં કહ્યું કે, મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે વ્યક્તિગતરીતે રૂ. 1 લાખની સહાય આ ફાળામાં આપી છે.તદ્દઉપરાંત કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અપાયું છે. રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ નોકરી કરતા સરકારી વકીલોએ એપ્રિલ મહિનામાં એક દિવસનો પગાર રૂ. 95 લાખની રાશિ મુખ્યમંત્રી રાહત નિધિમાં આપી હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

કોણે કેટલું દાન આપ્યું


સોમનાથ ટ્રસ્ટ 1 કરોડ

અંબાજી મંદિર 1 કરોડ

કુંડળધામ સ્વામિ.મંદિર 25 લાખ

સરદાર ધામ 21 લાખ

ખોડલધામ 21 લાખ

સરકારી વકીલોએ એક દિવસનો પગાર આપીને રૂ. 95 લાખની રકમ આપી

કોરોનાની સામે ગુજરાતની એકતા

અન્ય સમાચારો પણ છે...