તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે 22 માર્ચ થી 2 એપ્રિલ સુધી જણસની ખરીદી બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. આજે 22 માર્ચ થી 2 એપ્રિલ સુધી જણસની ખરીદી બંધ રખાશે. પોરબંદર શહેરમાં રોકડિયા હનુમાન મંદિર સામે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે દૂરના ગ્રામ્ય પંથક માંથી લોકો જણસના વેચાણ માટે આવતા હોય છે અને શાકભાજીની હરાજી પણ અહીં થતી હોય છે. હાલ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કાળો કહેર મચાવ્યો છે ત્યારે આ વાયરસ ભારત દેશમાં પ્રવેશ્યો છે અને આ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં નોંધાયા છે. જેના પગલે જાહેરનામું બહાર પાડી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોરબંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે પણ જણસના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. માર્કેટિંગ યાર્ડ ખાતે આજે તારીખ 22 માર્ચ થી આગામી 2 એપ્રિલ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તેવું જણાવ્યું હતું.

લોકોને અેકઠા થવા પર પ્રતિબંધ લદાયો

પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે
અન્ય સમાચારો પણ છે...