સાઉદી ક્રૂડઓઇલની નિકાસ રેકોર્ડ 10.6 મિલિયન bpd કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાઉદી અરેબિયાએ સૌ પ્રથમ ક્રૂડઓઇલની કિંમતોમાં પ્રાઇઝ વોર છેડ્યા બાદ નિકાસમાં પણ મે મહિનાથી વધારો કરશે તેવી જાહેરાત કરી છે. સાઉદી અરેબિયાએ જણાવ્યું કે રશિયા સાથે વધતા જતા ભાવ યુધ્ધ વચ્ચે મેથી શરૂ થતા તેની ક્રૂડઓઇલની નિકાસ દૈનિક ધોરણે વધારીને 10.6 મિલિયન બેરલ સુધી લઇ જશે. છેલ્લા કેટલાક સમયથી સાઉદી ક્રૂડઓઇલની નિકાસ વધારવા મુદ્દે અલગ-અલગ નિવેદન આપતું હતું. ક્રૂડઓઇલની કિંમતો સરેરાશ 8 ટકા સુધી ઘટી હતી. બ્રેન્ટ ક્રૂડ ઘટી 23 ડોલરની સપાટી અંદર 22.90 ડોલર સુધી સરક્યું હતું. જ્યારે ડબલ્યુટીઆઇ ક્રૂડ 20.50 ડોલર ક્વોટ થતું હતું.

સાઉદી અરેબિયાએ અગાઉ 11-12 મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડની નિકાસ વધારશે તેવો નિર્દેશ કર્યો હતો પરંતુ ધારણા મુજબની નિકાસ ન વધારતા નજીવું બાઉન્સબેક જોવા મળી શકે છે. રાજ્યની એસપીએ એજન્સી દ્વારા એનર્જીમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યની પેટ્રોલિયમ નિકાસ મેથી 600,000 બીપીડી વધારવાની યોજના ધરાવે છે. કુલ નિકાસ 10.6 મિલિયન બીપીડી થઈ જશે. વિશ્વના ટોચના નિકાસકાર કે જેણે પહેલેથી જ એપ્રિલ માટે તીવ્ર વધારો કરવાની જાહેરાત કરી છે તે ઉત્પાદનના કામકાજ અને તેલના નીચા ભાવો વચ્ચે વૈશ્વિક બજારમાં ઓછામાં ઓછા 3.6 મિલિયન બીપીડી વધારાના પુરવઠો ઉમેરશે. એક તરફ કોરોના વાયરસના કારણે ક્રૂડની માગ ઘટવા સાથે પુરવઠો વધતા લોંગટર્મ ક્રૂડમાં તેજીના સંકેતો સાંપડતા નથી.

ક્રૂડઓઇલ ઘટી 23 ડોલર અંદર સરક્યું
અન્ય સમાચારો પણ છે...