દુબઇથી જૂનાગઢ આવેલા યુવાનના નમુના લેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેરાવળથી એક વ્યક્તિને જૂનાગઢ રિફર કરાઇ : નવા 83 લોકોને હોમકવોરન્ટાઇન કરાયા : 115નાં હોમ કવોરન્ટાઇન પૂર્ણ

જૂનાગઢ | જૂનાગઢમાં લોકો સવારે 8 થી 10 અને બપોરે 3 થી 5 ના સમયગાળામાં સૌથી વધુ બહાર નિકળતા જોવા મળી રહ્યા છે. આથી આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને આવા લોકોથી સૌથી વધુ ડર રહેતો હોય છે. એટલું ખરું કે, બહાર નિકળતા મોટાભાગના લોકો માસ્ક પહેરલા અથવા મોઢે રૂમાલ બાંધેલા જ હોય છે. જૂનાગઢના ડીડીઓ પ્રવિણ ચૌધરીએ જણાવ્યુ છે કે, સોમવારે 115 લોકો એવા છે જેમણે 14 દિવસનો ક્વોરન્ટાઇન પિરીયડ પૂરો કર્યો છે. જ્યારે નવા 83 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. આ ઉપરાંત દુબઇથી આવેલા જૂનાગઢના એક યુવાનનું સેમ્પલ ભાવનગર મોકલાયું છે. તો વેરાવળની એક વ્યક્તિને પણ જૂનાગઢ રિફર કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...