તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં જાહેરનામાના ભંગ બદલ વેપારીઅો સામે પોલીસની લાલ અાંખ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં જાહેરનામાનો ભંગ કરનાર ધંધાર્થીઅો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. પોરબંદરમાં નટવરચોક વિસ્તારમાં રહેતા સંજય બુધા ચામડીયા, નાગરવાડાના અનીલ મુળજી જેબર, લીમડાચોક શાકમાર્કેટ પાસે રહેતા મુકેશગીરી દોલતગીરી ગોસ્વામી અને જલ્પેશ ઇશ્વરભાઇ ગોસ્વામીઅે પોતાના કબ્જાવાળી શાકભાજીની લારી પર લોકોના ટોળા અેકઠા કર્યા હતા જેથી પોલીસે જાહેરનામાનો ગુન્હો નોંધીને 4 ધંધાર્થીઅોને ઝડપી લીધા હતા. જયારે મેમણવાડા કન્યા શાળા પાસે રહેતા યાશીર ઇસા કાબાવલીયા અને સફી ઇસા કાબાવલીયાઅે કોરોના વાયરસને કારણે લોકડાઉન દરમ્યાન પોતાના ઘરે મરઘી હલાલ કરી, ગ્લોઝ કે માસ્ક નહી પહેરી, સ્વચ્છતા ન રાખતા અા વાયરસનું પોતાને તથા અન્ય વ્યકિતને સંભાવના હોવાનુ જાણવા છતાં ચીકનનું વેચાણ કરતા બન્ને ધંધાર્થીને ઝડપી લીધા હતા. અા ઉપરાંત અેસવીપી રોડ પર ભાવના ડેરીના દિપક લક્ષ્મીદાસ ચંદારાણાઅે લોકડાઉન દરમ્યાન મોઢા પર માસ્ક અને હાથમાં ગ્લોઝ પહેર્યા ન હતા અને સ્વચ્છતા ન રાખી, દુધની બનાવટનુ વેચાણ કર્યુ હતુ અને સવારે 10 થી સાંજે 4 વાગ્યાના જાહેરનામા પ્રમાણે ચારથી વધુ વ્યકિતઅોને ભેગા કરવા બદલ જાહેરનામાનો ભંગ કર્યો હતો. પોલીસે ડેરીના સંચાલક દિપકભાઇ ઉપરાંત સુમાર અલી મહમદ ગંભીર, જગદીશ રૂડા ડાકી, ભરત જાદવ પાંજરી અને રાજેન્દ્ર ચંદુલાલ લાખાણી સામે ફરીયાદ નોંધવામાં અાવી છે. તેમજ છાંયાચોકી વિસ્તારમાં રહેતો જસ્મીન નવીનચંદ્ર જોગીયા પાલિકા કચેરી સામે જાહેરનામાનો ભંગ કરીને અાટાંફેરા કરતો હતો જેથી પોલીસે તેને
ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...