પોરબંદરમાં વહિવટીતંત્રનાં ડમી ગ્રાહક બની 30 સ્થળો પર દરોડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના પગલે લોક ડાઉનલોડની જાહેરાત કરી દેવામાં આવી છે. અને લોકોએ કામકાજ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. ત્યારે અનાજ કરીયાણાની દુકાનોએ પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. હાલ સુતારવાડા વિસ્તારમાં દૂકાનો બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ લોક ડાઉનની જાહેરાત કરાઈ તે સમયે દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી ત્યારે સુતારવાડા સહિત પોરબંદરની અમુક દુકાનોમાં નિયત કરેલ ભાવથી પણ વધુ ભાવોની વસુલાત કરવામાં આવતી હતી. કરીયાણા અને શાકભાજીના ભાવો પણ વધુ વસૂલવામાં આવી રહ્યા હતા. અમુક દુકાનદારો દ્વારા પ્રિન્ટથી પણ વધુ ભાવો વસૂલવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. અમુક દુકાનદારો દ્વારા ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસુલવામાં આવતા હોવા છતાં તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. નિયત કરેલ ભાવથી પણ વધુ ભાવ વસૂલવામાં આવતા હોવા અંગે જીલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક દ્વારા એવુ જણાવવામાં આવ્યું હતું કે ડમી ગ્રાહક બની 30 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ કરાયું હોવા છતાં પણ આ વધારા પર લગામ લાગી નથી. દુકાનદારો ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસુલી ઉઘાડી લૂંટ ચલાવતા હોવા છતાં તંત્રને નજરે પડતું નથી. અનેક ફરિયાદો બાદ ડમી ગ્રાહક બની કાર્યવાહી કરાઇ હોવા છતાં વધારાના નાણાં પડાવનાર આ દુકાનદારો નજરે ન ચડ્યા હોય તેમ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા સરકારે નિયત કરેલ ભાવથી વધુ ભાવ વસૂલનાર દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઇ તેવી નગરજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી હતી.

પરિણામ શૂન્ય : લોકો લૂંટાઇ રહ્યા હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી
અન્ય સમાચારો પણ છે...